પોરબંદર સુન્ની અંજુમને ઇસ્લામના પ્રમુખનું હૃદયરોગના હુમલાથી નિધન થતા તેમના જનાજામાં હજારો લોકો જોડાયા હતા.
સુન્ની અંજુમને ઇસ્લામના પ્રમુખ અને સમસ્ત સિપાઇ જમાતના પ્રમુખ ફૈઝલખાન પઠાણનું અચાનક હૃદયરોગના હુમલાથી નિધન થયુ હતુ. ખુદાના આવા નેક બંદાની અચાનક વિદાયથી પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરમાં મુસ્લિમ સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. તેમના અવસાનથી સમગ્ર મુસ્લિમ સમાજને મોટી ખોટ પડી છે
સમાજના પારિવારિક ઝઘડાનું કરાવ્યુ હતુ સમાધાન
તારીખ ૧૩/૫/૨૦૨૫ મંગળવારના રોજ સુન્ની અંજુમને ઇસ્લામના પ્રમુખ ફૈઝલખાન હાજી બશીરખાન પઠાણ દ્વારા આખા દિવસ દરમિયાન સામાજીક કાર્યપે ચાર થી પાંચ અલગ -અલગ પરિવારના ઘેરલુ ઝગડાઓનુ સમાધાન કરાવી રાતે ૧૨:૦૦ વાગ્યે આસપાસ રઝાપાન સામે બેઠા હતા તે દરમિયાન વઘુ એક પરિવારના બે ભાઇઓ વચ્ચે ઝઘડાઓ ચાલતા હતા અને એફ.આઇ.આર નોંધાવા પોલીસ સ્ટેશન જઇ રહ્યા હતા ત્યારે ફેઝલખાન પઠાણએ બન્ને ભાઈઓએ સમાધાન કરવી ચા પાણી પીવડાવ્યા હતા.
અચાનક જ આવ્યો હૃદયરોગનો હુમલો
અચાનક જ ફૈેઝલખાન પઠાણ ને ચક્કર આવી જતા ખુરશીમાંથી જમીનમાં પડી ગયા હતા બેભાન થઇ જતાં તરતજ પોરબંદરની ખાનગી હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ત્યા હોસ્પિટલના ડોક્ટર એ જણાવ્યું કે હ્દય રોગનો હુમલો આવાથી તેમનું મુત્યુ થયુ છે તેવું જાહેર કયું હતું.
જનાઝામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા
ફૈઝલખાનના મુત્યુની જાણ થતાજ હિન્દુ મુસ્લિમ દરેક સમાજના આગેવાનો વડીલો તેમજ સમાજના તમામ ભાઇઓ પોતપોતાના કામઘંઘા બંઘ રાખી અને મોટી સંખ્યામાં લોકો ફેઝલખાનના નિવાસ્થાને પહોંચ્યા હતા અને મરહુમના પરિવારને સાંત્વના આપી હતી અને સાંજે ૬ વાગ્યે મરહુમને દફનવિધિ માટે લઇ જવામાં આવ્યા હતા જેમાં હજારોની સંખ્યા માં લોકો જનાઝામાં જોડાયા હતા આ તકે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પી.આઇ જે.જે.ચૌઘરી દ્વારા પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો હતો.
મરહુમના જનાજા ની નમાઝ કબ્રસ્તાનની બહાર બંદર રોડ ઉપર મહેબુબ શાહ મસ્જિદની પાસે હઝરત સૈયદ સઆદતઅલીબાપુ સાહબ (ખતીબો ઇમામ જામઆ મસ્જિદ પોરબંદર) દ્વારા પઢાવવામાં આવી હતી જેમાં સામેલ લોકોએ મરહુમની મગફીરત માટે દુઆ કરી હતી.
લોકોને સતત બનતા હતા મદદપ
ફેઝલખાન પઠાણ કે જેઓ દરેક નાના મોટા લોકોની કોઈ પણ સમસ્યા હોય કે કોઈ પણ પ્રકારની જરીયાત હોય ત્યારે દિવસ -રાત જોયા વગર ૧૦૮ ની જેમ નિ:સ્વાર્થ ભાવે લોકોની સેવા કરતા. સેવાનું કોઈ પણ કામ હોઈ, લોકોના ઝગડાનું સમાઘાન હોય, કોઈ ના ઘરે દુ:ખ ની ઘડી હોય અથવા હોસ્પિટલને લગતું કોઈ પણ કામ હોય ત્યારે દિવસ રાત જોયા વગર પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં પોતાની તબિયતની પરવા કર્યા વગર લોકોની સેવા કરવા માટે હંમેશા ખડેપગે રહેતા હતા.
સમાજમાં કોઈ પણ સમસ્યા હોય પારિવારીક ઝગડાઓ હોય કે પોલીસ સ્ટેશનને લગતી કોઈપણ બાબત હોય ત્યારે ફેઝલખાન પઠાણ મધ્યસ્થી બની અને દરેકસમસ્યાઓનું સમાઘાન કરાવી આપતા હતા.
સિપાઇ જમાતના પ્રમુખ તરીકે સેવા
ફૈઝલ ખાન પઠાણ પોરબંદર સમસ્ત સિપાઈ જમાત ના પ્રમુખ તરીકે છેલ્લા ૩ વર્ષ થી અમુલ્ય સેવાઓ આપી રહ્યા હતા જેમાં સિપાઈ જમાતના પીરબાપુ (માંગરોળ)નું મઝાર શરીફનું કામ છાયા શહેરમાં આવેલ સિપાઇ સમાજની વંડીમા પાર્ટીપ્લોટ બનાવવાનું કામ, સિપાઈ જમાત કોમ્યુનિટી હોલને રીનોવેશન કરવાનું કામ કરાવ્યુ હતુ.
અંજુમને ઇસ્લામના પ્રમુખ બન્યાબાદ કામગીરી
તેમજ ત્રણ મહિના પહેલાં પોરબંદર સમગ્ર મુસ્લિમ સમાજની સર્વોચ્ચ સંસ્થા સુન્ની અંજુમને ઇસ્લામના પ્રમુખપદ પર પણ કાર્યરત હતા તે દરમિયાન કબ્રસ્તાન મસ્જિદ નવી બનાવવાનુ કામ તેમજ શાહી ઇદગાહ મસ્જિદને રીનોવેશન કરવાનું વગેરેનું કામ યુદ્ધ ના ઘોરણે શ કરાવેલ તે ઉપરાંત તેઓએ પોરબંદર મુસ્લિમ સમાજની પ્રગતિ માટેના ઘણાબઘા સપના જોયા હતા પરંતુ એમના સપના પુરા થાય તે પહેલા ફૈઝલખાનનું ઇન્તેકાલ થતાં અલ્લાની રહેમતમાં પહોંચી ગયા અલ્લાહ પાક તેમને જન્તુલ ફીરદોશ માં આલા મકામ અતા ફરમાવે અને મગફિરત ફરમાવે તેમ જણાવાયુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech