ગઈકાલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં બપોરના સમયે અચાનક જ ટૂરિસ્ટો પર સેનાના યુનિફોર્મમાં આવેલા આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં 27 પ્રવાસીના મોત થયા છે. જેમાં વિદેશના કેટલાક ટૂરિસ્ટોનો સમાવેશ થાય છે. આ આતંકવાદી હુમલામાં ભાવનગરના પિતા-પુત્ર સહિત ત્રણ ગુજરાતીના મોત થયા છે. જેમના નામો સત્તાવાર રીતે બહાર આવ્યા છે. ભાવનગરથી 20 લોકોનું ગ્રુપ જમ્મુ-કાશ્મીરમાં મોરારિ બાપુની કથા સાંભળવા ગયું હતું. કથા સાંભળી આ ગ્રુપ પહેલગામ ફરવા ગયું હતું તેવું જાણવા મળ્યું છે.
મૃતક ત્રણ ગુજરાતીના નામો
ગુમ પિતા-પુત્રના મોતની પુષ્ટિ
ગઇકાલે હુમલા બાદ સુરતના શૈલેશભાઈ હિંમતભાઈ કળથિયાનું મોત થયું હોવાની પુષ્ટિ થઇ હતી. જે બાદ આજે વહેલી સવારે ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સુમિત યતીશભાઈ પરમારનું મોત થયું હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે, જે ગઇકાલથી ગુમ હતા.
કાજલબેન સહી સલામત મળી આવ્યા છે
મોરારીબાપુની કથા સાંભળવા માટે ભાવનગરથી 20 લોકોનું ગ્રુપ જમ્મુ-કાશ્મીર ગયું હતું, જેમાં ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ, તેમના પત્ની કાજલબેન યતીશભાઇ અને પુત્ર સ્મિત યતીશભાઈ ગઇકાલથી ગુમ હતા. જેમાં કાજલબેન સહી સલામત મળી આવ્યા છે. જોકે, દુર્ભાગ્યવશ યતીશભાઇ અને પુત્ર સ્મિતનું હુમલામાં મોત થયું હોવાની સુરક્ષાદળો દ્વારા પૃષ્ટી કરવામાં આવી છે.
એક વૃદ્ધને હાથેથી ગોળી ઘસાઈને નીકળી
ભાવનગરથી જમ્મુ-કાશ્મીર ગયેલા 20 લોકો પૈકી પિતા-પુત્રએ જીવ ગુમાવ્યો છે. જ્યારે ભાવનગરના જ વિનુભાઈ ડાભી નામના એક વૃદ્ધને હાથેથી ગોળી ઘસાઈને નીકળતા હાલ સારવાર હેઠળ છે અને અન્ય 17 જેટલા લોકો સુરક્ષિત છે. આ ઘટના પછી મોરારીબાપુએ રામકથાને ટૂંકાવી દીધી છે અને વિરામ આપ્યો હતો. મળતી માહિતી મુજબ ભાવગરના મૃતક પિતા-પુત્ર અને સુરતના મૃતક શૈલેશભાઈ કળથિયાના મૃતદેહને વતનમાં લાવીને અંતિમસંસ્કાર કરવામાં આવશે.
સુરતના શૈલેષભાઈ મૂળ અમરેલી જિલ્લાના વતની
મૃતક શૈલેષ હિંમતભાઈ કળથિયા મૂળ અમરેલીના દામનગરના ધૂફણીયા ગામના વતની છે. શૈલેષભાઈ ચાર બહેનોમાં એકના એક ભાઈ હતા. માતાના અવસાન બાદ પિતા બે વર્ષથી વતનમાં રહે છે. શૈલેષભાઈ બેંક ઓફ બરોડામાં કામ કરતા હતા. જોકે, છેલ્લા 1 વર્ષથી મુંબઇની બેંક ઓફ બરોડામાં કામ કરી ત્યાં જ પરિવાર સાથે રહેતા હતા. આ અગાઉ 9 વર્ષ તેમણે વડોદરાની બેંક ઓફ બરોડામાં કામ કર્યું હતું અને ત્યાં જ રહેતા હતા.
ભાવનગર ગ્રુપના સભ્યોનું લિસ્ટ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરશિયાએ યુક્રેનને આપ્યો મોટો ઝટકો, સરહદને અડીને આવેલા 4 ગામ પર કર્યો કબજો
May 27, 2025 08:38 PMપાટણમાં હૃદયદ્રાવક ઘટના: કપડાં ધોવા ગયેલી બે માસૂમ બાળકીઓ તળાવમાં ડૂબી જતાં મોત
May 27, 2025 07:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech