દ્વારકામાં છરી સાથે બે શખ્સો ઝડપાયા
મીઠાપુરના રેલવે સ્ટેશનની સામેના ભાગે આવેલી ઝુપડપટ્ટીમાંથી પોલીસે ગંજીપાના વડે જુગાર રમી રહેલા ઉષાબેન રમેશભાઈ સંચાણિયા, શારદાબેન મનોજભાઈ ગોપ અને જયશ્રીબેન મહેશભાઈને મુદ્દામાલ સાથે ઝડપી લઇ, ધોરણસરની કાર્યવાહી કરી હતી.
દ્વારકાના રસંગ ટેકરી વિસ્તારમાં રહેતા ભાવેશભા નથુભા સુમણીયાને પોલીસે દ્વારકા રેલવે સ્ટેશન વિસ્તારમાંથી તેમજ આ જ વિસ્તારમાં રહેતા બાલુભા ઘેલુભા સુમણીયાને દેવ હોટલની બાજુના રસ્તેથી છરી સાથે નીકળતા ઝડપી લઈ, આ બંને સામે જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
સલાયામાં માછીમાર સામે કાર્યવાહી
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા સુલતાન બચુભાઈ શણગાર નામના 37 વર્ષના માછીમાર યુવાને તેની ફૈઝે અલ સેલાની નામની ફિશીંગ બોટમાં આપત્તિ સમય માટે જરૂરી સાધનો ન રાખતા તેની સામે સલાયા મરીન પોલીસે ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
માનસિક બીમારીથી કંટાળીને બાંકોડીના યુવાને ઝેરી ટીકડીઓ ખાધી
કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામે રહેતા રાજશીભાઈ અરજનભાઈ બૈડીયાવદરા નામના 44 વર્ષના આહિર યુવાનને છેલ્લા કેટલાક સમયથી માનસિક તેમજ આંખની બીમારી હોય, આ બીમારીથી કંટાળીને તેમણે ગત તારીખ 19 મે ના રોજ પોતાની વાડીમાં ઘઉંમાં રાખવાની ઝેરી ટીકડીઓ પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવવા અંગેની જાણ મૂળ બાકોડીના અને હાલ મુન્દ્રા તાલુકામાં રહેતા દેવશીભાઈ અરજનભાઈ બૈડીયાવદરાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationવીમા ઉદ્યોગમાં હાહાકાર: અમદાવાદ પ્લેન ક્રેશનો 4000 કરોડનો દાવો, અત્યાર સુધીનો સૌથી મોટો
June 16, 2025 11:40 PMઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech