અમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો

  • June 16, 2025 11:10 PM 

અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે કોસ્ટ ગાર્ડ અને ફાયર વિભાગ દ્વારા પ્રશંસનીય બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. કુલ 24 નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે એક બસમાં ફસાયેલા મુસાફરો અને ઝાડ પર ચડેલા એક વ્યક્તિનો પણ આબાદ બચાવ થયો છે.

પીપાવાવ કોસ્ટ ગાર્ડ દ્વારા 24 નાગરિકોનું રેસ્ક્યુ
પીપાવાવ કોસ્ટ ગાર્ડ દ્વારા પાણી પુરવઠાની સાઈટ પર ફસાયેલા 24 નાગરિકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ તમામને વિકટર ગામની શાળા ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.


ફીફાદ ગામેથી બસના પાંચ મુસાફરોને બચાવાયા

સાવરકુંડલાના ફીફાદ ગામે એક ખાનગી બસમાં સવાર પાંચ મુસાફરો પાણીમાં ફસાઈ ગયા હતા. આ નાગરિકો સુધી પહોંચવા માટે વહીવટી તંત્ર દ્વારા એકથી વધુ માર્ગે રેસ્ક્યુ પ્રયાસો કરવામાં આવ્યા હતા અને આખરે તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.


ઝાડ પર ચડેલા વ્યક્તિનું અમરેલી ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ
આ ઉપરાંત, છ પૈકીના એક મુસાફર પાણીના પ્રવાહથી બચવા માટે ઝાડ પર ચડી ગયા હતા. તેમને અમરેલી ફાયર ટીમ દ્વારા સમયસર પહોંચીને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

આ બચાવ કામગીરીમાં કોસ્ટ ગાર્ડ, ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસો પ્રશંસનીય રહ્યા છે. ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News