ગુજરાતમાં મેઘતાંડવ: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ, અમરેલી-ભાવનગર-જૂનાગઢ જળબંબાકાર... જુઓ તસવીરો

  • June 16, 2025 09:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ રીતસર ધમરોળ્યા છે.

કલાકોમાં જ વરસેલા અનરાધાર વરસાદને કારણે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે, તો નીચાણવાળા વિસ્તારો અને ગામડાઓમાં નદીઓના પાણી ઘૂસી જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. મેઘરાજાની આ ધમાકેદાર બેટિંગથી જાણે કે કલાકોમાં જ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હોય તેમ અનેક કોઝ-વે ધોવાઈ ગયા છે, જ્યારે ઘણા રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે.


વરસાદ અને ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયાં છે, તો મોટા હોર્ડિંગ્સ પણ જમીનદોસ્ત થયાં છે. અનેક કાચા-પાકા મકાનોને પણ વરસાદ અને પવનના કારણે નુકસાન પહોંચ્યું છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાઈ જતાં અંધારપટ છવાઈ ગયો છે. જોકે, આ બધાની વચ્ચે એકમાત્ર રાહતની વાત એ છે કે, અંગ દઝાડતી ગરમી અને અસહ્ય બફારામાંથી લોકોને મોટી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગે આપેલી ચેતવણી મુજબ, આગામી દિવસોમાં પણ વરસાદનું જોર યથાવત્ રહેવાની સંભાવના છે, ત્યારે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને જરૂરી સાવચેતીનાં પગલાં લેવા અપીલ કરવામાં આવી છે.


સિહોરમાં કોઝ-વે ધોવાતાં રસ્તો બંધ


​​​​​​​


બગદાણામાં નદીનાં પાણી ગામમાં ઘૂસ્યાં




બગદાણામાં નદીનાં પાણી ગામમાં ઘૂસતાં જનજીવન અસ્તવ્યસ્ત




રાજુલામાં ગામની શેરીઓમાં નદીઓ વહેતી થઈ




અમરેલીમાં સ્થાનિક નદીઓ બે કાંઠે થઈ




સાવરકુંડલામાં બજારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયાં




પાલિતાણામાં ખેતરો જળબંબાકાર




મહુવાનાં અનેક ગામડાં જળબંબાકાર




છોટાઉદેપુરમાં મેઘરાજાની ધબધબાટી




હિંમતનગરમાં ધોધમાર વરસાદ





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News