હાલની પરિસ્થીતી અનુસંધાને પોલીસ તંત્ર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ચેકીંગ-પેટ્રોલીંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમજ લોકોને જાગૃત રહેવા અને કોઇ શંકાસ્પદ ચિજવસ્તુ જણાય તો જાણ કરવા આહવાન કરાયું છે, દરમ્યાનમાં જામનગર નજીક નવાનાગના વાડી વિસ્તારમાં કોઇ ડ્રોન પડયુ હોવાનું ગ્રામજનના ઘ્યાને આવતા જાગૃતી દાખવીને આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી, તાકીદે ટુકડી દોડી ગઇ હતી અને પ્રાથમિક તપાસમાં કેમેરા વીનાનું મોટી રેન્જના રમકડા પ્રકારનું ડ્રોન હોવાનું ઘ્યાને આવ્યુ હતું.
નવાનાગના વાડી વિસ્તારમાં ડ્રોન મળ્યાની માહિતી લોકોએ ગ્રામરક્ષક મારફત પોલીસને આપી હતી, ડીવાયએસપી, મરીન પોલીસ અને સીટી પોલીસ સહિતનો સ્ટાફ આ વિગતોના આધારે તાબડતોબ દોડી ગયો હતો અને ડ્રોન કબ્જે લીધુ હતું દરમ્યાન મોટી રેન્જના રમકડા પ્રકારનું ડ્રોન હોવાનું ઘ્યાન પર આવ્યુ હતું આથી પોલીસ સહિતનાઓએ રાહત અનુભવી હતી, વાડી વિસ્તારમાં ડ્રોન હોવાની માહિતીના આધારે એક તબકકે પોલીસ ટુકડીમાં દોડધામ મચતા ધંધે લાગી હતી. જો કે તપાસના અંતે કઇ વાંધાજનક નહી લાગતા હાંશકારો લીધો હતો બીજી બાજુ હાલના માહોલમાં ગ્રામજનોએ નાગરીક ફરજ-સતર્કતાના દર્શન કરાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application