સેવા સદન-ચાર અને આરટીઓની કચેરીમાં હેલ્મેટ વિના પ્રવેશ કરનારા ૩૨ સરકારી કર્મચારીઓ દંડાયા
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કચેરીમાં ફરજ પર આવતા કર્મચારીઓ કે જેઓ પોતાના ટુ વ્હીલર માં આવતી વખતે હેલ્મેટ પહેરીને ફરજિયાત આવવાની જાહેરાત કરાયાના અનુસંધાને જિલ્લા કલેકટર કચેરી, લાલ બંગલા તેમજ સાત રસ્તા પાસે આવેલી વીજ કચેરી તેમજ જામનગર મહાનગરપાલિકાની કચેરી પાસે ટ્રાફિક ઝુંબેશ રાખવામાં આવી હતી અને ત્રણ દિવસ દરમિયાન ટ્રાફિક શાખાએ કુલ ૧૪૭ વાહન ચાલકો પાસેથી હેલ્મેટ પહેર્યા વગર પ્રવેશ કરતાં હાજર દંડ વસૂલ્યો હતો. જે કામગીરી આજે ચોથા દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી.
આજે ટ્રાફિક શાખા દ્વારા જામનગરની સેવા સદન-૪ ની કચેરી મા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, અને હેલ્મેટ પહેર્યા વિના પ્રવેશ નારા કુલ ૧૧ સરકારી કર્મચારીઓ સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી, અને હાજર દંડ વસૂલ્યો હતો.
આ ઉપરાંત એક ટ્રાફિક શાખાની ટુકડી અને આરટીઓની કચેરી દ્વારા જામનગર નજીક આવેલી આરટીઓની કચેરીના દ્વારે પણ ચેકિંગ ની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી હતી. જેમાં બંને ટીમ દ્વારા ૨૧ કર્મચારીઓ સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીને લઈને સરકારી કર્મચારીઓમાં ધીમે ધીમે જાગૃતિ આવતી જાય છે, અને જુદી જુદી સરકારી કચેરીમાં પ્રવેશ મેળવનારા અનેક કર્મચારીઓ આજે હેલ્મેટ સાથે પ્રવેશ કરતાં જોવા મળ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech