જામનગર શહેરમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી દિવાળીના કારણે બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે ત્યારે ખાસ કરીને સાંજના સમયે ટ્રાફિક જામ થઇ રહ્યો છે, લોકો પરેશાન થઇ રહ્યા છે, જેને કારણે રાત્રીના ૧૨ વાગ્યા સુધી ખાસ કરીને ફોર વ્હીલ ધારકો ખુબ જ તકલીફ વેઠી રહ્યા છે, પોલીસની હાજરી હોવા છતાં પણ ટ્રાફીક જામ થઇ રહ્યો છે ત્યારે હજુ પણ યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જોઇએ તેવું લોકોનું કહેવું છે.
જામનગરમાં ઇલેકટ્રીક આઇટમ, કપડા, વાહન, બુટ-ચપ્પલ, ઘર વપરાશની આઇટમો, ફુલો, વિવિધ રંગબેરંગી આઇટમો ખરીદવા માટે લોકો મોડી રાત્રી સુધી જામનગરની બજારમાં ટહેલતા હોય છે, એક તરફ ઠેર-ઠેર મંડપ અને કમાનો બાંધીને રસ્તો રોકી રાખવામાં આવે છે, બીજી તરફ ભારે ભીડને કારણે લોકોને વાહન કયાં પાર્ક કરવું તે પણ સમસ્યા બની જાય છે.

ખાસ કરીને ફોરવ્હીલરનું પાર્કિંગ તો મળતું નથી, લોકો ચાલીને કે રીક્ષામાં અથવા સ્કુટરમાં ખરીદી કરવા જવાનું વધુ પસંદ કરે છે તે પણ હકીકત છે.
ટ્રાફિક સમસ્યાએ લોકોની નીંદર ઉડાડી દીધી છે, સતત હોર્ન વાગવાથી તેમજ વાહનોની અવરજવર ચાલું રહેવાથી પ્રદુષણ પણ વધી રહ્યું છે, ઓછો પોલીસ સ્ટાફ હોવાના કારણે સમસ્યા વધુ વકરી રહી છે, અનેક પ્રકારના ફુટપાથો ઉપરના દબાણો પણ થઇ રહ્યા છે જેને કારણે આ સમસ્યા વધુ જટીલ બની છે, હજુ પણ બે-ત્રણ દિવસ તહેવારોના છે ત્યારે જામનગરના લોકોને ટ્રાફીકથી છુટકારો મળે એટલે કે ઓછી ટ્રાફિક સમસ્યા હળવી થાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application