અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે. આજે ઘટનાના પાંચમાં દિવસે તેમનો પાર્થિવદેહ રાજકોટ લાવવામાં આવ્યો છે. રાજકોટના લોકો રાજકોટના પનોતા પુત્રને શ્રદ્ધાંજલિ આપી શકે તે માટે પરિવાર અને ભાજપ દ્વારા ગ્રીનલેન્ડ ચોકડીથી તેમના નિવાસસ્થાન સુધી શ્રદ્ધાંજલિ યાત્રા નીકળી છે. આ શ્રદ્ધાંજલિ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. તેમજ શબવાહિની પર લોકો ફૂલોનો વરસાદ કરી રહ્યા છે.
સ્મશાન યાત્રાનો રૂટ તેમના પ્રકાશ સોસાયટી નિવાસ્થાનેથી શરૂ કરીને નિર્મલા કોન્વેન્ટ રોડ ઉપર થઈ કોટેચા ચોક કાલાવડ રોડ ઉપર થઈ મહિલા કોલેજ ચોક અને ત્યાંથી ટાગોર રોડ ઉપર એસ્ટ્રોન ચોક અને સરદાર નગર મેઇન રોડ ઉપર થઇ ડો.યાજ્ઞિક રોડ ત્યાંથી માલવીયા ચોક અને ત્રિકોણબાગ ચોક ત્યાંથી કોર્પોરેશન ચોક જશે. જ્યારે કોર્પોરેશન ચોકથી બાલાજી મંદિર ચોક રાજશ્રી સિનેમા રોડ અને ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર થઈને રામનાથ પરા સ્મશાન ખાતે પહોંચશે.
શ્રદ્ધાંજલિ યાત્રા LIVE અપડેટ
- વિજયભાઈના પુત્ર ઋષભ લોકોને બે હાથ જોડી નમન કરી રહ્યા છે
- સિંધી સમાજે વિજયભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
- શ્રદ્ધાંજલિ રથ ચૌધરી હાઈસ્કૂલ પહોંચી
- વિજયભાઈના ઘરે મહિલાઓએ રામધૂન અને શ્રીકૃષ્ણ શરણમ મમઃ મંત્રજાપ શરૂ કર્યો, હજારો લોકો ઉમટ્યા
- વિજયભાઈ તુમ અમર રહોના નારા લાગ્યા, શ્રદ્ધાંજલિ રથ પર લોકોનો સતત ફૂલોનો વરસાદ
- પિતાની શ્રદ્ધાંજલિ યાત્રામાં ઋષભ આગળ ચાલી રહ્યો છે, પાછળ શ્રદ્ધાંજલિ રથ ચાલે છે, લોકો ફૂલોનો વરસાદ કરી રહ્યા છે
- વિજયભાઈની શ્રદ્ધાંજલિ યાત્રા સંત કબીર રોડથી આગળ વધી, રસ્તાની બન્ને બાજુ લોકોની લાંબી લાઈન લાગી
- વિજયભાઈના પાર્થિવદેહના દર્શન કરવા કુવાડવા રોડ લોકોથી ઉભરાયો
સાંજે ૪ થી ૫ એક કલાક સુધી અંતિમ દર્શન
વિજયભાઈ રૂપાણીના નિવાસ્થાન પૂજિત બંગલો ખાતે તેમના પાર્થિવ દેહને સાંજે ચારથી પાંચ કલાક દરમિયાન એક કલાક સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવશે જ્યાં આગળ પણ વિજયભાઈના અંતિમ દર્શન માટે હજારો લોકો ઉમટી પડે તે માટે રસ્તાઓ બંધ કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખંભાળિયા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ: ખેડૂતોમાં આનંદ
June 16, 2025 05:27 PMજીઆઇડીસી વિસ્તારમાં બાકી રહેલો ટેક્સ ઉઘરાવવા મહાનગરપાલિકાની ટીમના ધામા
June 16, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech