સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
જામનગર તા. ૧૬, જામનગર -ખંભાળિયા રોડ પર બેડ ટોલનાકા પર એક ટ્રકના ચાલક ને ટોલ ભરવાના મુદ્દે બોલાચાલી થયા પછી ટોલ નાકા પર હાજર ચાર થી પાંચ શખ્સોએ તેને બેફામ માર માર્યો હતો. આ બનાવ નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ પ્રકાર ના બનાવો અનેક ટોલનાકા પર અવારનવાર બનતા રહે છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા બેડ નજીકના ટોલનાકા પરથી ગઈ રાત્રે એક ટ્રક પસાર થયો હતો, અને ટોલ ટેક્સ ભરવા મામલે ટ્રકના ચાલકે ટોલનાકાની બારી પર હાજર કર્મચારી સાથે વાત કર્યા પછી કોઈ પણ કારણોસર મામલો ઉગ્ર બન્યો હતો.
ત્યારપછી ટ્રકચાલકને નીચે ઉતારી લઈ ટોલનાકા પર હાજર ચાર થી પાંચ જેટલા શખ્સો દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો. ગઇકાલ ના આ બનાવ નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભાવનગરના વેપારીને અમદાવાદના શખ્સે અર્ધા લાખનો ચૂનો ચોપડ્યો
May 17, 2025 04:17 PM૩૮ ડીગ્રીના તાપમાન અને ૭૭ ટકા સાથેના ભેજથી લોકો અકળાયા
May 17, 2025 03:43 PMકોર્પોરેશનના આવાસ મેળવવા પડાપડી ૧૮૧ આવાસો માટે ૩૫૪૮ અરજી આવી
May 17, 2025 03:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech