એક મહિલા સહિત અન્ય બે ફરાર : ૧.૩૦ લાખની રોકડ અને ગાડી કબ્જે
જામનગરના સત્યમ કોલોની એરફોર્સ-૨ ગેઇટ રોડ પર આવેલા એક કોમ્પલેક્સના જાહેર રોડ પરના પાર્કિંગ માંથી બે અઠવાડિયા પહેલાં ધોળે દિવસે ઓલા સ્કૂટરની ઉઠાંતરી થઇ છે, આ સ્કૂટરની ડેકીમાં બે લાખની રોકડ રકમ હોવાનું ફરિયાદમાં જાહેર થયું હતું. આ ગુના ની તપાસ મા બે આરોપી ને પોલીસે ઝડપી લીધા છે.અને ચોરાઉ સ્કૂટર તથા ૧લાખ ૩૦ હજારની રોકડ રકમ કબ્જે કરવામાં આવી છે.
જામનગરના કૈલાસનગર વિસ્તારમાં રહેતા અને શ્રીજી કોમ્પલેક્સમાં ઓફિસ ધરાવતાં દિપકભાઇ ઠુમ્મર નું ઓલા સ્કૂટર બે સપ્તાહ પહેલાં ઉઠાંતરી થયું હતું.જે અંગે ની ફરિયાદ શહેરના સીટી સી. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવવામાં આવી હતી. આ સ્કૂટરની ડેકી માં બે લાખ ની રકમ રાખવામા આવી હતી.
આ અંગે એસપી પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટી-સી ડીવીઝનના પ્રો. ડીવાયએસપી નયના ગોરડીયા, પીઆઇ એ.આર. ચૌધરીની સુચનાથી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.
તપાસમા સીટી-સીના યશપાલસિંહ, શિવભદ્રસિંહ, યુવરાજસિંહને ટેકનીકલ તથા હયુમન સોર્સીસના આધારે બાતમી મળી હતી. આથી ગોકુલનગર સાંઢીયા પૂલ પાસેથી પટેલપાર્ક આશીર્વાદદીપ-૧ ખાતે રહેતા દિવ્યેશ ઉર્ફે દિવુભા મૂછડી દિનેશભાઈ વાઘેલા અને ગુલાબનગર સંજરી ચોકની બાજુમાં રહેતા સિધરાજસિંહ નવલસિંહ કંચવાને ચોરાઉ ઓલા સ્કૂટર સાથે પોલીસે ઝડપી લીધા છે, અને તેઓ નાં કબ્જા માંથી ૧ લાખ ૩૦ હજારની રોકડ પણ જપ્ત કરી છે.
આ ગુનામા ગોકુલનગરની જીનસીબેન પિયુષભાઈ પીઠડિયા અને લાલવાડીના નયન પ્રફુલ્લભાઇ પટેલની પણ સંડોવણી ખુલવા પામતાં પોલીસે તે બન્નેને ફરારી જાહેર કરી બંનેની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech