ફોન તેમજ ચોરાઉ બાઇક સાથે પકડી મુદામાલ કબ્જે લેવાયો
જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક નજીક ચાલીને જઇ રહેલી વિધાર્થીનીના હાથમાથી મોબાઇલ ઝુંટવીને બે શખ્સો નાશી છુટયા હતા, જે ફરીયાદના આધારે પોલીસે તપાસ કરીને ગણતરીની કલાકોમાં પટણીવાડના શખ્સ અને એક સગીરની અટકાયત કરી હતી તેની પાસેથી મોબાઇલ અને એક ચોરાઉ બાઇક કબ્જે લેવામાં આવ્યુ હતું.
એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટી-સી ડીવીઝનના પ્રો. ડીવાયએસપી એન.બી. ગોરડીયા, પીઆઇ એ.આર. ચૌધરીની સુચનાથી સ્કોડના પીએસઆઇ વી.એ. પરમાર અને સ્ટાફ મોબાઇલ ચિલઝડપનો ગુનો શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા, ટેકનીકલ તથા હયુમન સોર્સ દ્વારા વિગતો એકત્ર કરવામાં આવી હતી.દરમ્યાન સીટી-સી ડીવીઝનના મહાવીરસિંહ જાડેજા, પ્રવિણભાઇ પરમાર અને વનરાજભાઇ ખવડને સંયુકત હકીકત મળેલ કે ખોડીયારનગર તરફથી કનસુમરા પાટીયા તરફ એક બાઇકમાં બે શખ્સો મિલકત સબંધી ગુનો કરવાની ફીરાકમાં આંટાફેરા કરે છે જેથી વોચમાં રહી એક સગીર તથા પટણીવાડ વ્હાઇટહાઉસ મકાન નં. ૮ ખાતે રહેતા અને મુળ રાજકોટ પરાપીપળીયા એકતા સોસાયટીના વતની સોએબખાન શેરખાન પઠાણને પકડી લીધા હતા.
તેની પાસેથી ૧૨ હજારની કિંમતનો મોબાઇલ તથા ચોરાઉ એકસેસ બાઇક કબ્જે કરવામાં આવ્યુ હતું, સીટી-સીનો મોબાઇલનો ગુનો અને સીટી-બીનો એકસેસ ચોરીનો ગુનો ડીટેકટ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech