કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે રહેતા રાજાભાઈ ચનુભાઈ કછટીયા નામના 63 વર્ષના વૃદ્ધના બે પુત્રો જમનભાઈ અને ભીખુભાઈ તેમના જી.જે. 37 એચ. 3839 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે કલ્યાણપુરથી આશરે 24 કિલોમીટર દૂર નંદાણાથી લીંબડી ગામ તરફ જતા માર્ગ પાસે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 25 યુ. 9299 નંબરના એક ટ્રકના ચાલકે આ મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે બાઈક પર જઈ રહેલા જમનભાઈ અને ભીખુભાઈને નાની-મોટી ઈજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે રાજાભાઈ કછટીયાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ટ્રકના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.
ખંભાળિયામાં બે જુગારીઓ ઝડપાયા
ખંભાળિયામાં આવેલા ટાઉનહોલ પાસેથી પોલીસે ચલણી નોટના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમી રહેલા દિવ્યેશ પ્રવીણભાઈ સોની (30) અને પ્રતાપ બાબુભાઈ પ્રજાપતિ (48) ને રૂપિયા 7,920 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
ઓખામાં માછીમારી કાયદાનું ઉલ્લંઘન કરતા માછીમાર સામે કાર્યવાહી
ઓખામાં મારુતિ નગર વિસ્તારમાં રહેતા હમીદભાઈ હાસમભાઈ સંઘાર નામના 43 વર્ષના માછીમાર યુવાને પોતાની યાંત્રિક બોટમાં માછીમારી કરવા માટેનું મત્સ્યોદ્યોગ દ્વારા આપવામાં આવેલા ટોકનમાં ત્રણ વ્યક્તિઓને મંજૂરી મેળવી વધુ એક વ્યક્તિને ખલાસી તરીકે બોટમાં લઈ જતા દરિયામાં માછીમારી કરી, નિયમોનું ઉલ્લંઘન કરતા તેની સામે ગુજરાત ફિશરીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech