દેવીપુજક પરિવારના બે બાળકો પૈકીના ૧૨ વર્ષના બાળકનું મોત: જ્યારે ૮ વર્ષ ની બાળકી સારવાર હેઠળ
જામનગર જિલ્લાના ધ્રોલમાં આજે એક સરકારી બંધ ઈમારત તૂટી પડતાં ત્યાં રમી રહેલા દેવીપૂજક પરિવારના બે બાળકો ઈમારતના કાટમાળ હેઠળ દબાયા હતા. જેમાં ૯ વર્ષના બાળક નું મૃત્યુ થયું છે, જ્યારે ૭ વર્ષની બાળકી ને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે.
ધ્રોલમાં નાં આ બનાવ ની વિગત એવી છે કે , ધ્રોલ શહેરના નુરી સ્કૂલ સામે જુની અને જર્જરિત કુમાર છાત્રાલય નો હિસ્સો આજે એકાએક ધરાશયી થઈને પત્તા નાં મહેલ માફક તૂટી પડ્યો હતો .આ સમયે તેજ વિસ્તાર ની ઝુપડપટ્ટીમાં રહેતા કેટલાક બાળકો ત્યાં રમી રહ્યા હતા જે પૈકી દેવી પૂજક શ્રમિક પરિવાર ના બે બાળકો કાટમાળ હેઠળ દટાઈ ગયા હતા.
આ સમયે ત્યાં હાજર અન્ય બાળકો એ બૂમાબૂમ કરતાં આસપાસ માંથી કેટલાક લોકો દોડી આવ્યા હતા.અને કાટમાળ ખસેડવા ની કામગીરી શરૂ કરી હતી. આ દરમ્યાન બે જે સી બી પણ મંગાવી લેવાયા હતા. અને તાબડતોબ બચાવ કામગીરી કરવામાં આવી હતી. આખરે સેવાભાવીઓ દ્વારા બે બાળકો ને કાટમાળ હેઠળ થી બહાર કઢાયા હતા. જેમાં ગોપાલ હસમુખભાઈ સાડમિયા નામના નવ વર્ષના બાળકનું કાટમાળ નીચે દબાઈ જવાથી મૃત્યુ હતું. જ્યારે તેનીજ સાથે દટાયેલી આરોહી રવિભાઈ પરમાર નામની સાત વર્ષની બાળકીને ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
આ બનાવની જાણ થતાં જ ધ્રોલના પીએસઆઇ પનારા તેમના સ્ટાફ સાથે દોડી ગયા હતા, અને જરૂરી કામગીરી હાથ ધરી હતી. પોલીસે બાળકોના માતા-પિતા વગેરેના નિવેદનો નોંધ્યા છે.
મળતી માહિતી મુજબ જિલ્લાનું તંત્ર હાલ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત હોવાથી એક પણ સરકારી વિભાગના અધિકારી કે કર્મચારીઓ આ બનાવ સ્થળે ફરકયા ન હતા. ઉપરાંત નગરપાલિકા નો ફાયરબ્રિગેડનો સ્ટાફ પણ આવ્યો ન હતો. એકમાત્ર પોલીસ અધિકારી સ્ટાફ સાથે પહોંચી મદદમાં જોડાયા હતા. આમ આ બનાવથી દેવીપુજક શ્રમિક પરિવારમાં શોક નું મોજું ફરી વળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech