હાથ ઉછીના આપેલા ૪૦ હજારની ઉઘરાણી કરતા પિતા-પુત્ર પર હુમલો કરનાર પાંચ પૈકી બે ઝડપાયા

  • May 21, 2025 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા યુવાને હાથ ઉછીના આપેલા ૪૦ હજારની ઉઘરાણી કરતા પાંચ શખ્સોએ યુવાન અને તેના પિતા પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યાની ફરિયાદ યુવાન દ્વારા નોંધાવાતા પોલીસે ગુનો દાખલ કરી હાથ ધરેલી તપાસ દરમ્યાન પાંચ પૈકી બે શખ્સોને ઝડપી લીધા હતા.
 શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા  હિતેષભાઇ ધરમશીભાઈ ડાભી(ઉ. વ. ૨૯)એ ઘોઘા રોડ પોલીસ મથકમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે તેણે  રાકેશ ઉર્ફે કોકોને હાથ ઉછીના રૂપિયા ૪૦ હજાર  આપેલ હોય જે પૈસા ફરિયાદીને આપતો ન હોય તેને  આપવાનું કહેતા હિતેષભાઇને  ગાળો આપી મુકેશ ચૌહાણ અને રાકેશ ઉર્ફે કોકોએ હિતેષભાઇને  પકડી રાખી પીયુષે લોખંડના પાઇપ વડે બંને પગે ડાબા હાથે ઈજા કરી તથા પાછળથી ભાર્ગવ રાઠોડે આવી જમણા હાથની છેલ્લી આંગળી તથા જમણી સાઈડ વાંસાના ભાગે ઇજા કરીહિતેષભાઇના પિતા ધરમશીભાઈ પર મઘરો અને ભાર્ગવ રાઠોડે માથામાં કપાળ પર તેમજ પડખામાં, ડાબા હાથે નક્કર પાઈપ અને છરી વડે ગંભીર ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી  મુંઢ ઈજાઓ પહોંચાડી નાસી છૂટ્યાની ફરિયાદ ઘોઘા રોડ પોલીસમાં હિતેષભાઇએ નોંધાવતા ઘોઘા રોડ પોલીસના પોસાઈ અરવિંદ કટારાએ ગુનો દાખલ કરી પીયુષ ઉર્ફે પીલો શૈલેષભાઇ બારૈયા અને  સુનિલ ઉર્ફે મધરો મહેશભાઈ રાઠોડને ઝડપી લઈ ફરાર અન્ય ત્રણની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application