જામનગર સીટી બી. ડિવીઝન પોલીસ મથકમાં છેતરપિંડી અંગેનો ગુન્હો દાખલ થયેલ હોય જેમાં ભોગબનનાર મંછબા જાડેજાએ પોતાની ફરીયાદ જાહેર કરી છે કે આરોપી ચાર્મીબેન ગજાનંદભાઇ વ્યાસ (રહે. પટેલ કોલોની શેરી નં-૦૪ ઓરચીડ એવન્યુ બી-૧૦૩ જામનગર) એ ફરીયાદીને તથા કિરણબેનને વીશ્વાસમા લઇ ઇલેક્ટ્રીક વસ્તુના કન્ટેનરના જેમાં ટી.વી તથા એ.સી. ઓછા ભાવે મળે તેવા ધંધા માં નફો કમાવવા લોભામણી લાલચ આપી ફરીયાદી પાસે થી કટકે કટકે રોકડ તથા ગુગલ પે તથા ઓનલાઈન થી આરોપીએ રોકડા રૂપીયા તેમજ ઓનલાઈન પેમેન્ટ મેળવી લીધું હતું.
ઉપરાંત કિરણબેન બારોટ પાસે થી રોકડ તથા ઓનલાઈન પેમેન્ટ થી રૂપીયા લઈ જઈ પૈસા પરત નહી આપી ફરીયાદી તથા અન્ય ભોગ બનનાર ને મુડી તથા નફાના ભાગના પૈસા પરત નહી આપી વિશ્વાસઘાત કર્યો હતો. જેના અનુસંધાને ગુન્હો દાખલ થયેલ હોવાથી અને તપાસ દરમ્યાન જાણવા મળી રહ્યું છે કે મહિલા આરોપીએ અન્ય લોકો પાસે થી ધંધાના નામે નાણા મેળવી નફો આપવાનુ કહી નાણા પરત નહી આપી ગુનાહીત વિશ્વાસઘાત કર્યા નુ જણાઇ આવે છે.
જેથી જામનગર શહેર તથા આજુ બાજુ ના વિસ્તારના કોઈ નાગરીકો સાથે આરોપી ચાર્મીબેન ગજાનંદભાઇ વ્યાસ દ્વારા વિશ્વાસઘાત કર્યા નો બનાવ બનેલો હોય, તો જામનગર સીટી બી. ડિવીઝન પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવા પોલીસ દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application8 લાખ હિન્દુઓને કેનેડામાંથી કાઢવાની માગ સાથે ખાલિસ્તાનીઓએ કાઢી પરેડ
May 05, 2025 03:17 PMઉજ્જૈનના મહાકાલ મંદિરમાં વીઆઈપી પ્રવેશ માટેના શંખદ્વાર પાસે લાગી ભીષણ આગ
May 05, 2025 03:15 PMકંધાર હાઇજેક વખતે મસુદ સાથે મુક્ત થયેલા મુસ્તાકે પહેલગામ હુમલાનો માસ્ટર માઈન્ડ
May 05, 2025 03:10 PMએન્જિનિયરિંગ કંપનીમાં વીઆરએસ લેનાર ૬૨ શ્રમયોગીની રિકવરી અરજી રદ
May 05, 2025 03:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech