દેવભુમિ દ્વારકા : વિકાસ સપ્તાહની ઉજવણીરૂપે કલ્યાણપુર તાલુકાના ધતુરિયા ખાતે વિકાસ રથનું આગમન. શપથગ્રહણ, વૃક્ષારોપણ વગેરે કાર્યક્રમો યોજાયા

  • October 11, 2025 10:47 AM 

જનવિશ્વાસ, સેવા અને સમર્પણના ૨૪ વર્ષની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહ દ્વારા કરવામાં આવી રહી છે. જે અનુસંધાને દેવભુમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના ધતુરિયા ગામે વિકાસ રથ આવી પહોંચતા  અગ્રણીઓ દ્વારા ઉત્સાહભેર રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.



 કાર્યક્રમ અંતર્ગત  વિવિધ યોજનાઓની માહિતી ગ્રામજનોને આપવામાં આવી હતી તેમજ યોજનાઓની જાણકારી સાથેની રસપ્રદ વિડિયો દર્શાવવામાં આવી હતી.

​​​​​​​

ભારત વિકાસ પ્રતિજ્ઞા દ્વારા ગ્રામજનો વિકસિત ભારતના નિર્માણ માટે રાષ્ટ્ર્ના વિકાસ માટે મહેનત કરવા, દેશના સમૃદ્ધ વારસાનું સંવર્ધન કરવા અને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ માટે સર્વ સમાવેશી અભિગમ કેળવવા અને સ્વદેશી અપનાવવા શપથ લીધાં હતાં. તાલુકા વિકાસ અધિકારીશ્રી, ગામ અગ્રણીઓ અને ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application