જામનગર બાર એસોસિએશનમાં આજે સાંજ સુધી શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા

  • December 20, 2024 04:29 PM 

જામનગર બાર એસોસિએશનમાં આજે સાંજ સુધી શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા

જામનગર વકીલ મંડળની આગામી વર્ષ માટે નવનિયુક્ત હોદેદારોની આજરોજ ચૂંટણી યોજાય રહી છે. જિલ્લા ન્યાયાલય ખાતે ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાય રહી છે. 1114 જેટલા મતદાતાઓ મતદાન કરશે. બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરાય છે.

જામનગર બાર એસોસિએશન પ્રમુખ, સેક્રેટરી, ખજાનચીના ઉમેદવારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ પદ સહિતના હોદેદારોની ચૂંટણી યોજાય. વકીલ જયેન્દ્રસિંહ ઝાલા અને ભરતસિંહ જાડેજા ઉપપ્રમુખ પદ માટેના ઉમેદવારો છે. જોઇન્ટ સેક્રેટરીના ઉમેદવારોમાં દીપકભાઈ ગચ્છર અને પરેશભાઈ ગણાત્રા ઉમેદવારો છે. 

વકીલ મિત્રોની ચૂંટણીમાં મહિલા અનામત બેઠક પર 3 મહિલા ઉમેદવારો,  જાગૃતિબેન જોગડીયા, ચંદ્રિકાબેન ધંધુકિયા, રાધાબેન રાવલિયા ચૂંટણી લડી રહ્યા છે. લાઇબ્રેરી સેક્રેટરીના હોદા માટે  2 ઉમેદવારો છે. જુનિયર અને સિનિયર 7 કારોબારી ઉમેદવારો વચ્ચે ચૂંટણી છે.


જ્યારે આજે સવારે ચૂંટણી કમિશનરની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે અને શિયાળાની ઠંડીમાં પણ વકીલ મિત્રોમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળ્યો છે અને આજે મોડી સાંજના સમયે મત ગણતરી પૂર્ણ કર્યા બાદ પરિણામો જાહેર કરવામાં આવશે. જોકે જામનગર બાર એસોસિયેશનના પ્રમુખ પદે સતત 11મી વખત ભરતભાઈ સુવા બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application