ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયું છે. દક્ષિણ ગુજરાતથી કેરળના દરિયામાં ટ્રફ છે અને દરિયાની સપાટીથી 5.8 કીલોમીટરની ઊંચાઈ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને તેની સાથો સાથ ટ્રફ જોવા મળે છે. આ તમામ સિસ્ટમના કારણે આજથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ સિસ્ટમના કારણે ભરૂચ સુરત ડાંગ તાપી વલસાડ નવસારી અને દમણમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં યેલો એલર્ટ અપાયું છે. બનાસકાંઠા સાબરકાંઠા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને આગામી તારીખ 18 સુધી ભારે વરસાદ માટે ઓરેન્જ અને યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.
સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું: બે કલાકમાં 10 ઇંચ
સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું હોય તેમ આજે સવારે 8થી 10 વાગ્યાના 2 કલાકમાં 10 ઇંચ પાણી પડ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ થયો હતો. અને તેમાં આજે સવારે વધુ 10 ઇંચનો ઉમેરો થતા છેલ્લા 28 કલાકમાં 14 ઇંચ વરસાદ પડ્યો છે.આજે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 68 તાલુકામાં સામાન્યથી ચાર ઈચ વરસાદ થયો છે.જયારે સુરત નર્મદા સહિતના જિલ્લાઓમાં આજે સવારથી જોરદાર વરસાદ શરૂ થઈ ગયો છે. કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં સાડા પાંચ ઇંચ વરસાદ આજે સવારે બે કલાકમાં થયો છે. ગઈકાલે અહીં એક ઇંચ વરસાદ થયો હતો અને આમ છેલ્લા 26 કલાકમાં ગરુડેશ્વરમાં સાડા છ ઇંચ વરસાદ નોંધાયો છે. આકાશ હજુ કાળા ડિબાગ વાદળોથી ઘેરાયું છે અને વરસાદ પણ ચાલુ છે. નર્મદા જિલ્લાના તિલકવાડામાં પણ સવારથી બેફામ વરસાદ શરૂ થઈ ગયો છે અને બે કલાકમાં બે ઇંચ પાણી પડી ગયું છે. સુરત જિલ્લાના ઉમરપાડામાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે અને બે કલાકમાં ચાર ઇંચ પાણી ઠાલવી દીધું છે.આ ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન અરવલ્લી જિલ્લાના મોડાસામાં ચાર ઇંચ દાહોદમાં અઢી ઇંચ પંચમહાલ જિલ્લાના ગોધરામાં દોઢ અને મહીસાગર જિલ્લાના વીરપુરમાં પણ દોઢ ઇંચ વરસાદ થયો છે. તાપી જિલ્લાના સોનગઢ મહીસાગર જિલ્લાના લુણાવાડા અને નર્મદા જિલ્લાના નાંદોદમાં એક -એક ઇંચ વરસાદ નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMખરાબ સિબિલ સ્કોર હોવા છતાં પણ મળશે પર્સનલ લોન? અપનાવો આ સરળ રીત
May 18, 2025 08:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech