દ્વારકામાં નગરપાલિકાનાં જનરલ બોર્ડમાં સોનાની દ્વારકાની ગુપ્ત ચર્ચા થાય છે...?
દ્વારકા નગરપાલિકાની સામાન્ય સભા બંધ બારણે યોજાઇ છે જે અનેક સવાલો ઉભા કરી રહી છે. જામનગર સહિતનાં અનેક મહાનગરમાં પણ સામાન્ય સભા મિડીયાની ઉપસ્થિતિમાં યોજાઇ છે. ઓખામાં પણ એ જ પદ્ધતિ છે ત્યારે ફક્ત દ્વારકા નગરપાલિકાની સામાન્ય સભામાં મિડીયાને પ્રવેશબંધી છે એ અંગે સવાલ ઉઠવા સ્વાભાવિક છે.
ગઇકાલે યોજાયેલ દ્વારકાની સામાન્ય સભાની કામગીરીનાં લાઇવ પ્રસારણ અંગે પૂછપરછ કરવામાં આવતા નગરપાલિકા પ્રમુખ કોમલબેન ડાભીએ જણાવેલ કે આ લાઇવ ન કરી શકાય એવો કોઇ નિયમ નથી પરંતુ હાલ આ અંગે કોઇ તૈયારી ન હોય આ વખતે થઇ શકે એમ નથી અને ચર્ચા કરી છે
જ્યારે આ જ વિષયમાં ચીફ ઓફિસર ઉદય નસીતને પૂછવામાં આવતા તેમણે જણાવેલ કે સામાન્ય સભા લાઈવ ન થઇ શકે. સામાન્ય સભાનાં લાઇવ પ્રસારણ મનાઇ હોવાનું તેમણે જણાવ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહીનું પણ લાઇવ પ્રસારણ થાય છે ત્યારે નગરપાલિકાની સામાન્ય સભાનું લાઇવ પ્રસારણ ન થઇ શકે?આ અંગેનાં નિયમમાં નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરનાં જવાબમાં વિરોધાભાસ પણ અનેક સવાલ ઉત્પન્ન કરે છે
દ્વારકા નગરપાલિકાની સામાન્ય સભામાં શું સોનાની ડૂબી ગયેલી દ્વારકા અંગે ગુપ્ત ચર્ચાઓ થાય છે? કે પછી સત્તાધીશો પોતપોતાની સોનાની લંકા બનાવી રહ્યા છે? એવી ચર્ચા છે. કાર્યવાહી છુપાવી રાખવા પાછળ ભ્રષ્ટાચારનું કારણ હોય એવુ પ્રથમ અનુમાન થઇ શકે.
આ અંગે સત્તાધીશો - હોદ્દેદારોએ પત્રકાર પરિષદ બોલાવી અથવા પરિપત્ર જાહેર કરી સ્પષ્ટતા કરવી જોઇએ કે કેમ દ્વારકા નગરપાલિકાની સામાન્ય સભા *બંધ બારણે* યોજવામાં આવે છે?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech