જામનગર : જોડીયામાં ૩ વર્લીબાઝ ઝબ્બે : રાજકોટના શખ્સની સંડોવણી

  • November 29, 2025 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જોડીયામાં વર્લી મટકાનો જુગાર રમતા ૩ શખ્સોને એલસીબીએ ૭૨ હજારના મુદામાલ સાથે પકડી લીધા હતા, કપાત લેનાર રાજકોટના શખ્સની સંડોવણી ખુલી હતી.


રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા જામનગર જીલ્લા પોલીસવડા ડો રવિકુમાર સૈનીએ પ્રોહી-જુગારના કેસો શોધી કાઢવા અંગે સુચના કરતા એલસીબી પીઆઇ વી.એમ. લગારીયાના માર્ગદર્શન મુજબ પીએસઆઇ કાંટેલીયા તથા પીએસઆઇ પી.એન. મોરી તથા સ્ટાફના માણસો જોડીયા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.


દરમ્યાન સ્ટાફના ભરતભાઇ, કિશોરભાઇ, અજયભાઇને મળેલ ખાનગી હકીકત આધારે જોડીયાના લક્ષ્મીપરા ખાતેથી અનવર મુસા રાધા,  અકરમ હારૂન વાઘેર રહે. નાનોવાસ, લક્ષ્મીપરા, જોડીયા, રજાક મામદ સાયચા મોટોવાસ, જોડીઈંયાને જુગાર રમતા વર્લીમટકાના સાહીત્ય તથા ૩ મોબાઇલ કિ. ૬૦૦૦, રોકડા ૧૬૨૫૦, મોટરસાયકલ કિ. ૫૦૦૦૦ મળી કુલ ૭૨.૨૫૦ના મુદામાલ સાથે મળી આવતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી, જયારે કપાત લેનાર રાજકોટનો સૈયદબાપુને ફરાર જાહેર કર્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News