બાબરા તાલુકાના સમઢિયાળા નજીક પવનચક્કી બ્લાસ્ટ થતાં આગ લાગી

  • May 16, 2025 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બાબરા તાલુકાના નીલાવળા અને સમઢિયાળા ગામની વચ્ચે ના સીમ વિસ્તારમાં ખાનગી કંપની અયાના કંપનીની પવનચક્કીમાં એકા એક મોટા અવાજ સાથે બ્લાસ્ટ થઈ સળગી ઉથી હતી અને જમીન ધવસ્થ થઈ હતી. પવનચક્કી બ્લાસ્ટ અને સળગી ઉઠવાથી અને પડી ભાંગવાથી આજુબાજુ વિસ્તારના ખેડૂતોમાં નાસભાગ મચી ગઇ હતી.
બાબરા તાલુકામાં પવનચક્કી નું જંગલ આવેલ છે જેમાં અનેક પવનચક્કીઓ કોઈપણ જાતની મંજૂરી વગર પર ખડકી દેવામાં આવી છે. સાથે સાથે પવનચક્કી કંપનીના કોન્ટ્રાકટરો પણ દાદાગીરી કરીને ગેરકાયદેસર રીતે પવનચક્કી અને તેના વીજ પોલ ગમે ત્યાં ખડકી રહ્યા છે જે બાબતે અનેક ફરિયાદો થયેલ છે પરંતુ મહાકાય પવનચક્કીના ઉપરથી થયેલા સેટિંગ સામે નાના માણસો નું કોઈ સાંભળતું નથી. હાલતો બાબરા તાલુકાના અનેક ગામોમાં સાંથળીની જમીન જેમને મળેલી છે તે મોટાભાગના ખેડૂતો પાસે કબ્જા પાવતી નથી અને તે સબંધે મામલતદાર કચેરી એ પણ કોઈ સધનિક કાગળો મળતા નથી જેથી આ પવનચક્કી માલિકો અને કોન્ટ્રાકટરો આવી જમીનની બાજુમાં જ અડીને પવનચક્કી ઇન્સ્ટોલ કરી દે છે અને આજુબાજુ વાળા ની કોઈ મંજૂરી લેતા નથી અને તે બાબતે ખેડૂતો વિરોધ કરે તો તેને કબ્જા પાવતી બતાવો તેવું કહેવામાં આવે છે અને હાલતો બાબરા તાલુકાના અનેક ગામોના ખેડૂતો પાસે કબ્જા પાવતી નથી અને જેનો ગેરલાભ આ પવનચક્કી માલિકો અને કોન્ટ્રાકટરો લઈ રહ્યા છે અને ગેરકાયદેર રીતે પવનચક્કી ઇન્સ્ટોલ કરી રહ્યા છે.
ખેડૂતોની આજીવિકા ખેતી છે અને મોટાભાગના ખેડૂતો પોતાની ખેતીની જમીન એ ખેતી કરવા માટે રહેતા હોય છે અગર આવી કોઈ ઘટના જો ખેડૂતો રાત્રે સૂતા હોય અને બને અને પવનચક્કી ભાગી તૂટી અને સળગે અને બાજુમાં રહેતા ખેડૂતના ઘરમાં પડે  અને મોટી જાનહાનિ થાય તો જવાબદાર કોણ?
હાલ તો ઉપર થી સેટિંગ કરીને આવતા પવનચક્કી માલિકો અને કોન્ટ્રાકટરો એ બાબરા તાલુકાના મોટાભાગના ગામોમાં ગેરકાયદેસર રીતે પવનચક્કી અને તેના થાંભલા ખડકી દીધા છે. બાબરા તાલુકાના ખેડૂતો આ પવનચક્કી અને તેમના કોન્ટ્રાકટરોના ત્રાસથી કંટાળી ગયા છે અને જો કોઈ આવા ખેડૂતો આ પવનચક્કી કે તેમના કોન્ટ્રાકટરોને પવનચક્કી કે પવનચક્કીના થાંભલા ઇન્સ્ટોલ નહીં કરવા જણાવે તો કોન્ટ્રાકટરોની દાદાગીરી અને તેમના સેટીંગથી આ ખેડૂતોને ખોટી ફરિયાદનો ભોગ બનવું પડે છે અને માથાભારે કોન્ટ્રાકટરો ખેડૂતોને માર પણ મારે છે અને ફરિયાદ કરે છે. હાલ તો જોવાનું રહ્યું કે બાબરા તાલુકામાં ખડકેલી ગેરકાયદેસર રીતે કોઈપણ મંજૂરી વગર ખડકેલી આ પવનચક્કીઓ સામે શું તત્રં કોઈ પગલાં લે છે કે કેમ?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application