જામનગર : ધુળશીયા ગામમાં યુવાન પર ધોકાથી હુમલો

  • November 29, 2025 05:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર તાલુકાના ધુળશીયા ગામ બસ સ્ટેન્ડ પાસે એક યુવાનને ધોકાઓ વડે માર મારીને ઇજા પહોચાડયાની તેમજ ધમકી દીધાની ગામમાં રહેતા મહિલા સહિત ૩ સામે ફરીયાદ કરવામાં આવી છે. 


જામનગર તાબેના ધુળશીયા ગામ સ્કુલ પાછળ રહેતા મજુરી કરતા કમલેશ ઉર્ફે કમલ ચનાભાઇ રાઠોડ (ઉ.વ.૨૮) નામના યુવાને ગઇકાલે પંચ-એમાં ધુળશીયા ગામમાં રહેતા મહેન્દ્ર ભીખા ખરા, સંદીપ ભીખા ખરા તથા લક્ષ્મીબેન ભીખા ખરાની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
​​​​​​​

આરોપીઓએ ફરીયાદીને કહેલ કે તું મારા ભાભીને કેમ ભગાડી ગયો હતો તેમ કહી ફરીયાદી સાથે ઝપાઝપી કરી હતી અને આરોપીઓએ પકડી તેમજ ધોકા વડે માર માર્યો હતો જેમાં યુવાનને હાથ, પગ અને શરીરના ભાગે ફ્રેકચર સહિતની ઇજાઓ પહોચી હતી ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News