જામનગરમાં નો યુપીઆઇ ડે: કયુઆરકોડને બંધાયુ કાળુ કપડું
શહેરના સંખ્યાબંધ વેપારીઓ દ્વારા ડીજીટલ પેમેન્ટ સ્વીકારવાનું આજે કરાયું બંધ: સલાયામાં પણ વેપારીઓ દ્વારા આજથી વિરોધ શરૂ: બે હજારથી વધુના ચુકવણાં પર આવનારા એમડીઆર ટેકસ સામે વેપારીઓ આગબબુલા: રોકડીયો વહેવાર વધવા લાગ્યો
આગામી ૧૫મી ઓકટોબરથી દેશભરમાં યુપીઆઇ મારફત રૂ.૨૦૦૦થી વધુની ચુકવણી પર ૦.૪ ટકા એમડીઆર ટેકસ નાખવાનો કેન્દ્ર સરકારે નિર્ણય જાહેર કર્યા પછીથી વેપારીઓમાં આક્રોશ ઉઠયો હતો અને આજે રજી ઓકટોબર મહાત્મા ગાંધીજયંતિના દિવસથી કયુઆરકોડ પર કાળુ કપડું બાંધીને વિરોધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી જે અંતર્ગત જામનગર અને સલાયામાં આજથી નો યુપીઆઇ ડે નો વેપારીઓ દ્વારા અમલ કરવામાં આવી રહ્યો છે, તેની સીધી અસર એ થઇ છે કે રોકડીયો વ્યવહાર ફરી વધવા લાગ્યો છે.
દેશને રોકડ વ્યવહારથી મુકત કરવા માટે થોડા વર્ષો પહેલા ડીજીટલ ટ્રાન્જેકશન તરફ લોકોને વાળવા મોટા પાયે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જેની સીધી અસર એ થઇ છે કે હવે મોટા ભાગના લોકો મોબાઇલ મારફત કયુઆરકોડથી પેમેન્ટ આપવા માટે ટેવાઇ ગયા છે, રોકડ પૈસા વોલેટમાં અથવા પર્સમાં ન રાખવા લોકોને વધુ સુરક્ષિત લાગી રહ્યા હોવાથી મહિલાઓ અને પુરૂષો દ્વારા ડીજીટલ પેમેન્ટ મોટા ભાગે કરવામાં આવે છે.
જો કે વ્યવહારમાંથી રોકડનું પ્રમાણ ઘટાડીને લોકોને ડીજીટલ પેમેન્ટ તરફ વાળ્યા પછી એક મોટી મુસીબત લોકોની સાથે સાથે સરકાર સામે આવી છે અને તે છે સાઇબર ફ્રોડ.
દેશમાં ઉતરોતર ડીજીટલ ફ્રોડના કિસ્સાઓમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે અને જયારે રોકડ વ્યવહાર અસ્તિત્વમાં હતો ત્યારે ચોરી, લુંટથી જે પૈસા લોકોના જતા હતા તેનાથી સેંકડો ગણા વધારે લોકોના પૈસા ડીજીટલ ફ્રોડમાં જઇ રહ્યા છે, સાઇબર ક્રાઇમની રચનાઓ થયા બાદ પણ લોકોને આસાનીથી લુંટાતા બચાવી શકાયા નથી.
કદાચ આ જ બાબતને નજરમાં રાખીને ડીજીટલ પેમેન્ટથી પારોઠના પગલા લેવાયા હોય તે રીતે હવે ફરી લોકોને રોકડ વ્યવહાર તરફ ધીમે ધીમે ધકેલવાના ઇરાદા સાથે જ ડીજીટલ પેમેન્ટ પર થતી ચુકવણી પર એમડીઆર ટેકસ નાંખવાની વ્યુહરચના કદાચ બનાવવામાં આવી હોય શકે. દેશમાં ૧૫મી ઓકટોબરથી આ ટેકસનો અમલ ચાલુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
મરચન્ટ ડીસ્કાઉન્ટ રેટના રૂપાળા નામથી રૂ.૨૦૦૦થી વધુની રકમ પર લાગવામાં આવેલા ટેકસ સામે જામનગરમાં ટી-ટ્રેડર્સ એસો. ધારકો ગઇકાલથી જ વિરોધ શરૂ કરી દેવામાં આવ્યો છે અને આજે દેશભરની સાથે જામનગર, સલાયા સહિત હાલારનાં સંખ્યાબંધ વેપારીઓ દ્વારા કયુઆરકોડને કાળુ કપડું બાંધીને નો યુપીઆઇ ડે નો અમલ કરવામાં આવી રહ્યો છે.
જે રીતે સાઇબર ફ્રોડનું પ્રમાણ વધી રહ્યું છે, ડીજીટલ પેમેન્ટ જનતા માટે આશીર્વાદના બદલે હવે અભિશાપ બનતો જાય છે તેને જોતા એવું સ્પષ્ટ લાગે છે કે વ્યવહારમાંથી ધીમે ધીમે ડીજીટલ પેમેન્ટનું પ્રમાણ મોટા પાયે ઘટી શકે છે.
અત્રે નોંધનીય છે કે જયારથી આ જાહેરાત થઇ છે ત્યારબાદથી નાના નાના વેપારીઓમાં તો એક પ્રકારનો ખોફ ફેલાઇ ગયો છે અને લારી ગલ્લાવાળાઓએ તો કયુઆરકોડથી પેમેન્ટ લેવાનું બંધ પણ કરી દીધું છે. જો કે એક બાબત નાના વેપારીઓએ યાદ રાખવાની છે કે રૂ.૨૦૦૦થી વધુના ચુકવણા પર જ એમડીઆર ટેકસ લાગવાનો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
