જામનગરમાં શરૂ સેકશન માર્ગ પર દબાણનું દૂષણ કેમ વકર્યું..?, સળગતો સવાલ
સમસ્યા: ફૂટપાથ અને માર્ગ પર પથારા, રેંકડી સહીતના દબાણ પાછળ કોઇની મીઠીનજર, મીલીભગત કે અન્ય કોઇ કારણ તે તપાસનો વિષય
વધુ એક વખત એસ્ટેટના કર્મીઓ અને પથારાવાળા વચ્ચે ઝપાઝપીથી હંગામો: મહીલા ટ્રેકટરની આડે સૂઇ ગઇ:દબાણકર્તાઓના વિરોધની હીંમત પાછળ શું કારણભૂત?
જામનગરમાં ટ્રાફીકથી ધમધમતા શરૂ સકેશન માર્ગ પર દબાણનું દૂષણ કેમ વકર્યું તે સળગતો સવાલ ઉઠ્યો છે. કારણ કે, ગઇકાલે વધુ એક વખત એસ્ટેટના કર્મચારીઓ અને પથારાવાળા વચ્ચે ઝપાઝપીથી હંગામો થતાં વાતાવરણ તંગ બન્યું હતું. ફૂટપાથ પરના દબાણ દૂરની કામગીરી દરમ્યાન મહીલા ટ્રેકટર આડે સૂઇ ગઇ હતી. આથી ફૂટપાથ અને માર્ગ પર પથારા, રેંકડી સહીતના દબાણ પાછળ કોઇની મીઠીનજર, મીલીભગત કે અન્ય કોઇ કારણ જવાબદાર છે તે ખરેખર તપાસનો વિષય બન્યો છે. આટલું જ નહીં દબાણકર્તાઓના વિરોધની હીંમતની પાછળ પણ કયાં કારણો જવાબદાર છે તે પણ સળગતો સવાલ ઉઠ્યો છે.
જામનગરના ટ્રાફીકથી ધમધમતા અને પોશ ગણાતા શરૂ સેક્શન રોડ અને ફૂટપાથ પર પોતાનો માલસામાન પાથરીને પુન: ધંધો શરૂ કરી દીધો હતો. આથી ગઇકાલે સાંજે મનપાની એસ્ટેટ શાખાની ટીમ તથા સિક્યુરિટી વિભાગના કર્મચારીઓ દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન માલસામાન કબજે કરવામાં આવતા પથારાવાળાઓએે ઉગ્ર વિરોધ કર્યો હતો. આટલું જ નહીં બે મહિલાઓએ પોતાનો કબજે કરાયેલો માલસામાન ટ્રેક્ટરમાંથી પરત મેળવવા માટે ભારે હંગામો મચાવી ટ્રેકટર આડે સૂઇ ગઇ હતી. તદઉપરાંત મહાનગરપાલિકાની મહિલા સિક્યુરિટી કર્મચારીઓ સાથે પણ ઘર્ષણ કર્યું હતું. આથી થોડા સમય માટે સ્થળ પર તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું હતું. જોકે, એસ્ટેટ શાખા અને સિક્યુરિટી વિભાગની ટીમે દબાણ હટાવવાની કાર્યવાહી ચાલુ રાખી હતી. મનપાની ટીમ દ્વારા કાર્યવાહી દરમિયાન કુલ છ પથારાવાળાઓનો માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો અને જપ્ત કરાયેલો માલસામાન મહાનગરપાલિકાની કચેરી ખાતે લઈ જઈને જમા કરાવવામાં આવ્યો હતો. શરૂ સેક્શન રોડ પર પથારાવાળાઓ દ્વારા ફરીથી દબાણ ન થાય અને અગાઉ હટાવાયેલા દબાણો ફરી ઉભા ન થાય તે માટે એસ્ટેટ શાખા દ્વારા બે ટ્રેક્ટર તથા જરૂરી સ્ટાફને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
અત્રે નોંધનીય છે કે, શરૂ સેકશન રોડ અને ફૂટપાથ પર છાશવારે દબાણનો રાફડો ફાટે છે. જેના કારણે આ વિસ્તારમાં રહેતા રહેવાસીઓ, વેપારીઓ તથા આવાગમન કરતા નાગરિકોને પારવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.બીજી બાજુ આ માર્ગ અને ફૂટપાથ પર દબાણનું દૂષણ કેમ વકર્યું તે ખરેખર તપાસનો વિષય બન્યો છે. કોઇની મીઠીનજર કે મીલીભગત કે પછી અન્ય કોઇ કારણોસર આ માર્ગ પર દબાણે માઝા મૂકી છે તે ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે, કોઇ કારણ વગર પથારાવાળાઓ ગેરકાયદે દબાણ કરવાની હીંમત કરે નહીં તે પણ એક હકીકત છે. ત્યારે બર્ધનચોકમાં દબાણની સમસ્યા જેમ કાયમી થઇ છે તેમ શરૂ સેકશન માર્ગ પર પણ થશે કે કેમ તે જોવાનું રહ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
