દ્વારકા: શિવરાજપુર બીચ પર ૧૪૨ લોકોએ સફાઈ અભિયાનમાં જોડાઈ આપી પર્યાવરણ જાળવણીની હાકલ

  • September 21, 2026 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા: શિવરાજપુર બીચ પર ૧૪૨ લોકોએ સફાઈ અભિયાનમાં જોડાઈ આપી પર્યાવરણ જાળવણીની હાકલ

આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સફાઈ દિવસની ઉજવણીના ભાગરૂપે શિવરાજપુર બીચ ખાતે વિશેષ બીચ ક્લિનઅપ ડ્રાઇવ યોજવામાં આવી હતી. દરિયાકિનારાને સ્વચ્છ રાખવા તેમજ પ્લાસ્ટિકના કચરાથી દરિયાઈ પર્યાવરણને થતું નુકસાન અટકાવવા માટે યોજાયેલા આ અભિયાનમાં વિવિધ વર્ગના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

અભિયાનમાં શિવરાજપુર ગામની શાળાના ૮૦ વિદ્યાર્થીઓ, સુઝલોન એનર્જી ગ્રુપના ૨૦ સભ્યો, ૨૦ સ્થાનિક ગ્રામજનો તથા બ્લુ ફ્લેગ બીચના ૨૨ સ્ટાફ સભ્યો સહિત કુલ ૧૪૨ લોકો જોડાયા હતા. સહભાગીઓએ બીચના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરી દરિયાકિનારેથી પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્ર કર્યો હતો.

વિદ્યાર્થીઓ અને સ્થાનિક ગ્રામજનોની સક્રિય ભાગીદારીથી સ્વચ્છતા સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. દરિયાકિનારો સ્વચ્છ રાખવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા તથા દરિયાઈ જીવસૃષ્ટિનું જતન કરવા અંગે ઉપસ્થિત લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

આ અભિયાન દ્વારા સ્વચ્છ દરિયાકિનારોસ્વસ્થ પર્યાવરણનો સંદેશ આપવામાં આવ્યો હતો. દરિયાકાંઠાની સ્વચ્છતા જાળવવામાં સામૂહિક ભાગીદારી જરૂરી હોવાનું જણાવી સૌએ પર્યાવરણ જાળવણી માટે સહભાગી બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application