દેવભૂમિ દ્વારકા: સેવા સંકલ્પ અભિયાન - પ્લાસ્ટિક કચરા મુક્તિ થીમ સાથે ખંભાળિયા તાલુકાના કાકાભાઈ સિંહણ ગામે સફાઈ ઝુંબેશ યોજાઈ

  • September 19, 2026 10:07 AM 

દેવભૂમિ દ્વારકા: સેવા સંકલ્પ અભિયાન - પ્લાસ્ટિક કચરા મુક્તિ થીમ સાથે ખંભાળિયા તાલુકાના કાકાભાઈ સિંહણ ગામે સફાઈ ઝુંબેશ યોજાઈ

પ્લાસ્ટિક કચરા મુક્તિ થીમ સાથે ખંભાળિયા તાલુકાના કાકાભાઈ સિંહણ ગામે સફાઈ ઝુંબેશ યોજાઈ, લોકોને પ્લાસ્ટિક કચરાથી થતાં પર્યાવાણીય નુકસાન અંગે જાગૃત કરાયાં
​​
​​​​​​​​​​​​​​​​​​​​​સમગ્ર રાજ્યમાં તારીખ ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન "સેવા સંકલ્પ અભિયાન"નું આયોજન કરવામાં આવ્યું છે. આ રાજ્યવ્યાપી અભિયાનના બીજા દિવસે તા.૧૮-૯-૨૦૨૬ના રોજ ખંભાળિયા તાલુકાના કાકાભાઈ સિંહણ ગામે શાળામાં પ્લસ્ટિક કચરા મુક્તિ અન્વયે સ્વચ્છતા વિશે જાણકારી આપી જાગૃતિ ફેલાવવામાં આવી હતી. સ્વચ્છતાની શપથ અને સ્વચ્છતા રેલી નું આયોજન કરાયું હતું, વધુમાં બજાર વિસ્તારની આજુબાજુ સ્વચ્છતા અભિયાન શ્રમદાન દ્વારા કરાયું હતું. આ ઉમદા કાર્યમાં  ગામ ના સરપંચ, તાલુકા પંચાયત સદસ્ય, ગ્રામ પંચાયતના સભ્યો તથા પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષકો અને તાલુકા પંચાયત એસ.બી.એમ સ્ટાફ  તેમજ મોટી ગ્રામજનોએ ભાગ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application