ખંભાળિયાના જૂની ફોટ ગામે મગરનું મોડી રાત્રે સફળ રેસ્ક્યુ કરાયું

  • October 08, 2026 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના જૂની ફોટ ગામે મગરનું મોડી રાત્રે સફળ રેસ્ક્યુ કરાયું

ભાણવડ એનિમલ લવર્સની ટીમ દ્વારા જહેમત

ખંભાળિયા તાલુકાના જૂની ફોટ ગામે આવેલા વાડી વિસ્તારમાં મોડી રાત્રિના સમયે અચાનક એક મગર આવી ચડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. જેથી ગ્રામજનોએ સતર્કતા દાખવી ભાણવડના એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટના જાણીતા રેસ્ક્યુઅર અને જીવદયા પ્રેમી અશોકભાઈ ભટ્ટનો સંપર્ક કર્યો હતો. બનાવની જાણ થતાં અશોકભાઈ ભટ્ટ તેમની ટીમ સાથે તાત્કાલિક જૂની ફોટ ગામે પહોંચી ગયા હતા.

અંધારા વચ્ચે પણ અશોકભાઈ ભટ્ટ અને તેમની ટીમે ભારે સૂઝબૂઝ દાખવી મગરને કોઈપણ જાતની ઈજા પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધો હતો. ત્યારબાદ આ મગરને બરડા અભયારણ્ય વિસ્તારમાં આવેલા ગુલાબ સાગર તળાવ ખાતે તેના કુદરતી આવાસમાં સલામત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો.

મોડી રાત્રે હાથ ધરાયેલા આ સરાહનીય રેસ્ક્યુ ઓપરેશન બદલ ગ્રામજનોએ ભાણવડ એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટ અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application