જામનગર: રંગમતી-નાગમતીને ઉડી ઉતારી ચોખ્ખી કરવાની સુવર્ણ તક
ચાલો વરસાદની અછતની સ્થિતિને અવસરમાં પલટીએ....
જામનગર શહેર તથા જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષો બાદ વરસાદની અછત સર્જાઈ છે.ભાદરવો મહિનાના થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે અત્યાર સુધીમાં ૧૩ ઈંચ જેટલો વરસાદ જામનગર શહેરમાં મૌસમનો નોંધાયો છે છેલ્લા ઘણા વર્ષોથી સરેરાશ ૩૫ થી ૪૦ ઈંચ વરસાદ નોંધાય છે ત્યારે આ વર્ષે નહિવત વરસાદના કારણે શહેરને પુરૂ પાડતા જળાશયો ખાલી થવાની તૈયારીમાં છે.ત્યારે આખુ વર્ષ નર્મદા મૈયા કે અન્ય જળાશયો પાસેથી વ્યવસ્થા કરવાની રહેશે.
૨૦૦૦ની સાલમાં વરસાદ જામનગરમાં નોંધાયો હતો જે,તે આણંદબાવા સંસ્થા અને અન્ય સામાજિક સંસ્થાઓના સહયોગથી લાખોટા તળાવ સાફ સફાઈની સાથે ઉંડુ ઉતારવાનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.આ વર્ષે પણ નહિવત વરસાદ નોંધાયો હોવાથી વરસાદની અછતના અવસરમાં પલટીને જામનગર બન્ને રંગમતી-નાગમતી નદીઓને ઉદગમસ્થાનથી ગ્રામજનો અને શહેરીજનોની સામાજિક સંસ્થાઓ અને વહીવટી તંત્ર દ્વારા સફાઇની સાથે ઉંડી ઉતારવામાં આવે તો અત્યારે વાવેલ ફળ આવતા વર્ષથી મળવાનું ચાલુ થઈ શકે.
૨૦૦૦ની સાલમાં જામનગર શહેરમાં મૌસમનો ૧૦ થી ૧૨ ઈંચ વરસાદ નોંધાયો હતો,આ વર્ષે મૌસમનો વરસાદ ૧૩ ઈંચ જેટલો નોધાઈ ચુકયો છે આ વર્ષ આપણને નદીને ઉંડુ ઉતારવાનું અને સફાઈ કરવાનો અવસર મળ્યો છે. ૨૦૦૦ની સાલમાં રણમલ તળાવ ઉંડુ ઉતારવાનો અને સફાઈ કરવાનો અવસર મળ્યો હતો તેવો જ આ વર્ષે નદીની સફાઈ કરવાનો અને ઉંડી ઉતારવાનો મળ્યો છે.
બહુ ભાગ્યશાળી એવા શહેરો હશે કે જેના આંગણે બબ્બે નદીઓ વહેતી હોય તેવું ભાગ્યશાળી આપણું જામનગર શહેર છે ત્યારે આવનારા આઠેક માસનો સમય બન્ને નદીઓને સફાઈ કરવાનો અને ઉંડી ઉતારવાનો ગોલ્ડન ટાઈમ મળ્યો છે,જે ચુકવો જોઇએ નહીં.તેમ જાગૃત નાગરિકો ઈચ્છી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે અને વડાપ્રધાન છે ત્યારે પણ આપતીને અવસરમાં પલટીને દેશ માટે અનેક પ્રોજેક્ટસ અને કાર્યો કર્યા છે જ ત્યારે આ આવનારા આઠેક માસમાં વહીવટી તંત્ર, સામાજિક સંસ્થાઓ, શહેરીજનો,ગ્રામજનોના સંયુક્ત પ્રયાસોથી કાર્ય થઈ શકે.આમ પણ નદી હોય કે તળાવ છે તે શહેર કે ગામનું પાણીયારૂ જ કહી શકાય અને આ પાણીયારૂ સ્વચ્છ રાખવાની આપણી ફરજ છે.
જામનગર શહેરની રંગમતી નાગમતી નદીમાં અને નદી તટે થયેલા દબાણો અને નદીની કયારે પ્રિમોનસૂન કામગીરી અંતર્ગત સફાઈ નહીં થવાના કારણે ૨૦૨૧ના સપ્ટેમ્બર મહિનાની આજ તારીખોમાં રંગમતી નાગમતી તટે જળ ભરાવની સ્થિતિ નદી તટે રહેનારાઓને જામનગર મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને યાદ જ હશે.
આમ પણ વહીવટી તંત્ર દ્વારા રિવર ફ્રન્ટનો પ્રોજેક્ટ શરૂ થવાનો છે ત્યારે નદી ઊંડી અને સાફ-સુથરી હશે તો ચાર ચાંદ લાગી જશે, જામનગર મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં પ્રિમોનસૂન કામગીરી અંતર્ગત પણ સંપૂર્ણ સફાઈ ક્યારેય કરી નથી,તેથી તેનું પણ વટક વળી જશે.
જામનગરના બન્ને રણમલ તળાવને પણ ઉંડુ ઉતારીને જળસંચયમાં વધારો કરી શકાય આમ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા સફાઈ અભિયાનને ૨ ઓક્ટોબરે ૧૪ વર્ષે પૂર્ણ થઈ રહ્યા હોય ત્યારે એક જ કાંકરે ઘણા બધા કાર્યો સિધ્ધ થઈ શકે છે.
આ વર્ષે સમગ્ર જિલ્લામાં વરસાદ નહિવત પડવાથી આખુ વર્ષ પાણીની સમસ્યાથી શહેરીજનો અને તંત્રને કરકસર કરીને ઝઝૂમવું પડશે ત્યારે આ નદી તળાવ ઉંડુ ઉતારવાનો અને સફાઈ કરવાની તક ઝડપી લેવી જોઈએ તેવું જાગૃત નાગરિકો ઇચ્છી રહ્યા છે.
૨૬ વર્ષ પહેલાં રણમલ તળાવ ઉંડુ ઉતારીને સાફ સફાઈ કરાઈ હતી,આ વર્ષ રંગમતી-નાગમતીની સફાઈ ના થઈ શકે ?
મીલેનીયમ વર્ષમાં મૌસમનો ફક્ત ૧૨ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેને લીધે અછતની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો આ વર્ષે શહેરની આણંદાબાવા સંસ્થા સહિતની સામાજિક સંસ્થાઓ, વહીવટી તંત્ર,શહેરીજનોના સંયુક્ત પ્રયાસોથી રણમલ તળાવ ઉંડુ ઉતારીને સફાઈ કરવામાં આવી હતી તો આ વર્ષ અછતમાં રણમલ તળાવની સાથોસાથ બન્ને નદીઓને ઉડી ઉતારીને સાફ સફાઈ ના કરી શકીએ..? તેવો જાગૃત નાગરિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
