ભાદરવી પૂનમે દેવભૂમિ દ્વારકામાં આસ્થાનું ઘોડાપૂર
સ્વર્ગદ્વારથી સુદામા સેતુ સુધી દર્શનાર્થીઓની લાંબી કતારો
યાત્રાધામ દ્વારકામાં ભાદરવી પૂર્ણિમાના પાવન પર્વે વહેલી સવારથી જ હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા. ભગવાન દ્વારકાધીશના દર્શન માટે સ્વર્ગદ્વાર, છપ્પન સીડીથી લઈ સુદામા સેતુ સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ભાવિકોની ભારે ભીડને પગલે સમગ્ર દ્વારકા ધામ ભક્તિમય બન્યું હતું.
ભાદરવી પૂર્ણિમાના દિવસે જગતમંદિરના દર્શન સવારે ૬ થી બપોરે ૧ વાગ્યા સુધી ખુલ્લા રહ્યા હતા. મંદિરના દ્વાર ખુલ્યા ત્યારથી દર્શન બંધ થયા ત્યાં સુધી ભાવિકોની સતત અવરજવર રહી હતી. દૂરદૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ કાળિયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ભાવિકો શાંતિપૂર્ણ અને સુગમ રીતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શકે તે માટે દ્વારકા જગતમંદિર ખાતે નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભીડને નિયંત્રિત કરવા તેમજ દર્શનાર્થીઓની અવરજવર વ્યવસ્થિત રહે તે માટે પોલીસ દ્વારા સતત તકેદારી રાખવામાં આવી હતી.
ભાદરવા મહિનાની પૂર્ણિમા સાથે જ શ્રાદ્ધપક્ષનો પ્રારંભ થયો હોવાથી દ્વારકાની પવિત્ર ગોમતી નદીના કાંઠે પણ વહેલી સવારથી ભાવિકોની ચહલપહલ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ ગોમતી સ્નાન કરી ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા બાદ છપ્પન સીડીના સ્વર્ગદ્વારેથી જગતમંદિરમાં પહોંચી ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા.
શ્રાદ્ધપક્ષના પ્રારંભ સાથે ગોમતી તટે પિતૃતર્પણ માટે બહારગામથી આવતા ભાવિકોની સંખ્યા પણ વધવા લાગી છે. ભાદરવી પૂનમ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પવિત્ર ગોમતીમાં સ્નાન કરી ધાર્મિક પરંપરા મુજબ પુણ્યલાભ મેળવ્યો હતો.
પૂર્ણિમાના પર્વે ભાવિકોમાં દાન-પુણ્યનો ભાવ પણ જોવા મળ્યો હતો. અનેક શ્રદ્ધાળુઓએ ગાયોને ઘાસચારો અર્પણ કર્યો હતો, જ્યારે ભિક્ષુકો અને જરૂરિયાતમંદોને જલેબી-ગાંઠીયાનો નાસ્તો તેમજ ભોજનની લહાણી કરી હતી. આમ, ભાદરવી પૂર્ણિમાએ દ્વારકામાં ભક્તિ, આસ્થા અને સેવાભાવનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
