જામખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં અજગરનું રેસ્ક્યુ કરાયું
એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા પર્યાવરણમાં મુકત
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં ગઈકાલે એક અજગર દેખાતા આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. રહેણાંક વિસ્તાર નજીક અજગર દેખાતા સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી. અજગરને જોતા સ્થાનિકોએ કોઈ જોખમ ન લેતા તાત્કાલિક અહીંના એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરી હતી.
આ માહિતી મળતા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની રેસ્ક્યુ ટીમના સભ્યો વિશેષ દેસાણી, કુણાલ વાઘેલા અને રવિ વકાતર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થળ પર પહોંચેલી ટીમે સૌપ્રથમ આસપાસના લોકોને સુરક્ષિત અંતરે રાખ્યા હતા અને ત્યારબાદ અજગરની સ્થિતિનું નિરીક્ષણ કરી સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. આ અજગર સાપને પકડવો સરળ ન હોવાથી રેસ્ક્યુ ટીમે ભારે જહેમત અને તકેદારીપૂર્વક કામગીરી કરી હતી. લાંબી મહેનત બાદ ટીમે સફળતાપૂર્વક અજગરનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત રીતે કબજામાં લીધો હતો. અજગરનું રેસ્ક્યુ થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ સમગ્ર કામગીરી દરમિયાન કોઈ વ્યક્તિ કે અજગરને ઈજા ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી. વન્યજીવ રહેણાંક વિસ્તારમાં આવી ચડતા ઘણી વખત લોકોમાં ભય ફેલાય છે, પરંતુ આવા સમયે સાપ કે અન્ય વન્યજીવને મારવાને બદલે તાત્કાલિક રેસ્ક્યુ ટીમને જાણ કરવી જરૂરી છે. શક્તિનગર વિસ્તારમાં અજગરના સફળ રેસ્ક્યુની કામગીરી બદલ સ્થાનિકોએ એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમની કામગીરીને બિરદાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
