દેવભૂમિ દ્વારકા: સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભાણવડ તાલુકાના સઈદેવળિયા ગામે સેવા સેતુ ૨.૧ અને 'આંગણ મિલન સેવા' કાર્યક્રમ ઉજવાયો

  • October 05, 2026 10:14 AM 

દેવભૂમિ દ્વારકા: સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભાણવડ તાલુકાના સઈદેવળિયા ગામે સેવા સેતુ ૨.૧ અને 'આંગણ મિલન સેવા' કાર્યક્રમ ઉજવાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સઈ દેવળિયા ગામે 'સેવા સેતુ ૨.૧' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ જનતાને સરકારી કચેરીઓના ઘરઆંગણે જ વિવિધ વહીવટી સેવાઓનો લાભ પૂરો પાડવાનો છે. આ કાર્યક્રમમાં વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર જ વિવિધ સ્ટોલ ઉભા કરીને જાતિના પ્રમાણપત્રો, ક્રીમીલેયર પ્રમાણપત્રો, પી.એમ. જે.વાય. કાર્ડ, મોબાઈલ નંબર સાથે બેંક એકાઉન્ટ લિંક કરવા વગેરેની સેવા પુરી પાડવામાં આવી હતી. આ સેવા સેતુ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ સેવાઓનો લાભ લીધો હતો.

'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત સઈ દેવળિયા ગામે આંગણવાડી કેન્દ્ર ખાતે 'આંગણ મિલન સેવા' કાર્યક્રમ ઉજવાયો હતો. કાર્યક્રમમાં ગામના આગેવાનો અને સગર્ભા અને ધાત્રી માતાઓ, કિશોરીઓ અને બાળકો જોડાયા હતાં. આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરને તેમની કામગીરી માટે મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપીને બિરદાવવામાં આવ્યા હતા. તેમજ બાળકોને પોષક ખોરાક વિતરણ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application