જામનગર: લુધીયાનાની પરણિતા સ્ત્રી પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો
લુધીયાનામાં રહેતી પરણિતાને પોતાના પતિ સાથે અણબનાવ હોય તેના થી અલગ રહેતી હોય, ભુલથી જામનગરના રહીશ રાહુલ પ્રવીણભાઈ દવેના ફોનમાં રોંગ નંબર લાગી જતા બન્ને એક બીજાના પરીચયમાં આવેલ, અને અવાર નવાર ફોન તથા મેસેજ થી વાતો કરતા બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયેલ, અને રાહુલભાઈ એક વખત તેણીને લુધીયાના મળવા પણ ગયેલ, અને ત્યાર બાદ રાહુલ તેને ફોનથી કહેતો કે અહીં જામનગર તારા સંતાનો ને લઈ રહેવા આવી જા હું તારી સાથે લગ્ન કરીશ અને આપણે અહી સાથે રહેશું, જેથી પરણિતા લુધીયાનાથી જામનગર તેઓ ને બંને સંતાનોને લઈ આવી ગયેલ અને અહીં જામનગરમાં ભાડે મકાન રાખી અવાર નવાર રાહુલ તેને મળવા જતો અને તેણી સાથે લગ્ન ની લાલચ આપી તેણી સાથે તેની ઈચ્છા વિરૂધ્ધ અવાર નવાર શારીરિક સબંધ બાધી બળાત્કાર ગુજારેલ અને તેણી સાથે વિશ્વાસધાંત કરેલ તેવા મતલબની ફરીયાદ જામનગર સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરીયાદ નોંધાવેલ હતી.
જે કેસ જામનગરની અધિક સત્ર ન્યાયધીશની અદાલત સમક્ષ ચાલવા આવતા સરકાર પક્ષ તરફે સાક્ષીઓને તપાસવામાં આવેલ અને તેમ છતા પણ ફરીયાદ પક્ષ પોતાનો કેસ નિ:શંકપણે પુરાવાર કરવામાં નિષ્ફળ ગયેલ હતા. ભોગ બનનાર પરણિતા હોવાનું જાણવા છતા આરોપી તેણી સાથે બદકામ કરવાના ઈરાદે અલગ-અલગ જગ્યાએ લઈ જઈ તેમની સામે બદકામ કરેલ હોય, જેથી આરોપી સામે ઈ.પી.કો. કલમ ૩૭૬(૨)(એન), તથા ૪૦૬ મુજબનો ગુન્હો કર્યો છે, તે ગુન્હો સાબિત કરવામાં પ્રોસીકયુશન તદ્દન નિષ્ફળ ગયેલ હોય, તેવી તમામ દલીલો માન્ય રાખી તેમજ અલગ-અલગ હાઈકોર્ટના તથા સુપ્રિમકોર્ટના ચુકાદાઓ રજુ કરી તે તમામ ચુકાદાઓને ધ્યાને લઈ આરોપી રાહુલ પ્રવીણભાઈ દવે ને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આરોપી રાહુલ પ્રવીણભાઈ દવે તરફે સીનીયર ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ, ડેનીશા એન. ધ્રુવ, પુજા એમ. ધ્રુવ, આશિષ પી. ફટાણીયા, ધ્વનિશ એમ. જોશી, અલ્ફાઝ એ. મુંદ્દા, અશ્વિન એ. સોનગરા, પ્રિતેશ કે. ભટ્ટ રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
