લાલપુર પંથકમાં સગીરા દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સજા

  • July 31, 2026 08:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

લાલપુર પંથકમાં સગીરા દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સજા


લાલપુર પંથકમાં સગીરાને ધમકીઓ આપીને દુષ્કર્મ ગુજારવાના ચકચારી કેસમાં આરોપીને ૨૦ વર્ષની કેદની સજા પોકસો કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે. ઉપરાંત ભોગ બનનારને ચાર લાખ ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે.

આ કામના ફરિયાદી ભોગ બનનાર ઉંમર વર્ષ ૧૭  અને ૧૧ માસ વાળીને આ કામના આરોપી મહેન્દ્ર વિઠ્ઠલભાઈ સોનગરા ઉંમર વર્ષ ૩૦ રહેવાસી નાની રાફુદડ તાલુકો લાલપુર વાળાએ પોતે લગ્ન કરેલ હોવા છતાં ભોગ બનનારને મોબાઇલ નંબર આપી તેમાં વાતચીત કરી પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ભોગ બનનારને   મળવા બોલાવી ભોગ બનનારની ઈચ્છા ન હોવા છતાં ભોગ બનનાર સાથે શારીરિક સંબંધ બાંધી બળાત્કાર કરેલો હોય અને આ વાત કોઈને કહીશ તો હું તારા ભાઈને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

જેથી બીકના કારણે ભોગ બનનારે ઘરે કોઈને વાત કરેલ નહીં અને આરોપી બોલાવે ત્યારે ભોગ બનનાર ત્યાં જતી હોય જેથી ભોગ બનનાર સાથે આરોપીએ ત્રણ વખત બળજબરી હતી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર કરેલો હોય જેથી ભોગ બનનાર ખૂબ જ ડરી ગયેલ હોય જેથી તેમના મામાના ઘરે જતી રહેલ બાદમાં આરોપીનો ફોન ભોગ બનનારના ઘરના મોબાઇલમાં આવતા ભોગ બનનારના માતા-પિતાને જાણ થતા ભોગ બનનારે ઉપરોક્ત તમામ વાત તેના માતા-પિતાને કરી હતી.

ત્યાર બાદ ભોગ બનનારે લાલપુર પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ ૬૪ ૨ એમ ૩૫૧(૩) કલમ તથા પોકસો એકટ ૪ અને ૬ મુજબની ફરિયાદ નોંધાવી હતી. રેન્જ આઇજી અને એસપી સૈનીએ જામનગર જીલ્લામાં મહિલા અને બાળાઓ પર તથા અત્યાચારના ગુનાઓમાં ઝડપી ચાર્જશીટ કરી પ્રોસીકયુશન ચલાવવા સુચના અને જ‚રી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધીક્ષક પ્રતિભાની સુચના-માર્ગદર્શન આધારે લાલપુર પીઆઇ ગળચર અને સ્ટાફ દ્વારા સચોટ તપાસ કરી પુરતા પુરાવાઓ સાથે કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવ્યુ હતું. 

જે કેસ જામનગરના સ્પેશિયલ  પોક્સો  કોર્ટમાં કેસ નંબર ૨૧/ ૨૫ થી આવતા જેમાં સરકાર તરફથી ૬ જેટલા સાક્ષીઓ  તથા ૬૨ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરી તેમજ સરકારી વકીલની દલીલ ગ્રાહ્ય રાખી પોક્સો કોર્ટના જજ આર.પી. મોગેરાએ આરોપી મહેન્દ્ર સોનગરાને પોકસો કલમ  ૪માં ૧૦ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા ૧૦,૦૦૦ દંડ તેમજ  પોક્સો કલમ ૬ મા ૨૦ વર્ષની સખત કેદની સજા તથા ૫૦૦૦ દંડ અને દંડ ન ભરે તો વધુ બે વર્ષની સાદી કેદની સજા તેમજ ભોગ બનનારને વળતર પેટે રૂપિયા ૪ લાખ ચૂકવવા તેવો હુકમ કરેલ છે આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતી વાદી રોકાયેલા હતા.​​​​​​​

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application