જામનગરની સ્પે. પોકસો કોર્ટે આરોપીને ફટકારી ફાંસીની સજા

  • October 09, 2026 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની સ્પે. પોકસો કોર્ટે આરોપીને ફટકારી ફાંસીની સજા

૨૦૨૫માં સિકકામાં ૮ વર્ષની બાળકી સાથે અડપલા અને હત્યા કનાર નીતીન માણેકને આકરી સજા ફટકારાઇ

જામનગર તાલુકાના સિક્કા ગામમાં જાન્યુઆરી, ૨૦૨૫માં આશરે આઠ વર્ષની બાળકી સાથે અઘટિત છેડછાડ કરી તેની હત્યા કરવાના ચકચારી કેસમાં જામનગરની સ્પેશિયલ પોક્સો અદાલતે આજે આરોપી નીતિન ડોસાજી માણેકને ફાંસીની સજા ફટકારી છે. સગીર બાળકી સાથેના ગંભીર ગુના અને ત્યારબાદ તેની હત્યાના આ કેસમાં અદાલતના ચુકાદાથી લાંબા સમયથી ચાલતી ન્યાયિક કાર્યવાહીનો મહત્ત્વનો તબક્કો પૂર્ણ થયો છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર, સિક્કા ગામમાં ૧૨ જાન્યુઆરી, ૨૦૨૫ દરમિયાન આ બનાવ બન્યો હતો. આરોપી નીતિન ડોસાજી માણેકે પોતાની ૭ વર્ષ ૨ માસની કૌટુંબિક ભાણેજ સાથે અડપલાં કર્યા હતા અને ગુસ્સે થઇને દિવાલ સાથે માથા ભટકાડી, પછાડી બેભાન કરી હતી, આથી તેણીનું મોત નિપજેલ હતું જે અંગે બાળકીની માતા દ્વારા સિક્કા પોલીસ મથકનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતાં તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.

જે તે વખતે સિકકાના પોલીસ અધિકારી વી.એમ. ચૌધરી અને સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરી આરોપી નીતિન ડોસાજી માણેકની ધરપકડ કરી હતી. ત્યારબાદ કેસની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને મામલો જામનગરની સ્પેશિયલ પોક્સો અદાલતમાં પહોંચ્યો હતો આરોપી વિરુઘ્ધ ચાર્જશીટ કરવામાં આવી હતી, 
​​​​​​​
સ્પેશિયલ પોક્સો અદાલતમાં ચાલેલી સુનાવણી દરમિયાન સરકાર પક્ષે કેસને લગતી રજૂઆતો કરવામાં આવી હતી. સાહેદોને તપાસવામાં આવ્યા હતા ઉપરાંત જુબાની લેવાઇ હતી, બેરહેમીથી માર મારી હત્યા કરેલ છે, પીએમ રીપોર્ટમાં ૨૩ જેટલી ઇજાઓ અને માથામાં ઇજાઓ હોવાનું જણાયુ છે આથી સરકાર પક્ષે આરોપીને દંડ તથા કડક સજા આપવા ધારદાર રજુઆતો કરવામાં આવી હતી, લાંબી ન્યાયિક પ્રક્રિયા બાદ આજે અદાલતે આરોપીને ફાંસીની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે આ ચકચારી કેસમાં સરકાર પક્ષે વકીલ જમન ભંડેરી અને ભારતીબેન વાદી સહિતના વકીલોએ રજૂઆત કરી હતી.
સ્પે. પોકસો કોર્ટ દ્વારા આજે અપાયેલા મહત્વપુર્ણ ચુકાદામાં પોકસો કલમ હેઠળ આજીવન કારાવાસની સખત કેદની સજા, ૫ હજારનો દંડ, અન્ય કલમ હેઠળ ૩ વર્ષ અને ૨ હજારનો દંડ, કલમ ૧૦૩(૧)માં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application