જામનગરમાં પોલીસ જાપ્તામાંથી નાસી છૂટેલો આરોપી એલસીબીના હાથે ઝડપાયો

  • August 19, 2026 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં પોલીસ જાપ્તામાંથી નાસી છૂટેલો આરોપી એલસીબીના હાથે ઝડપાયો

જામનગર : સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટેલા આરોપીને જામનગર એલસીબીએ ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, જામનગર સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપી  મિતેષ ઉર્ફે મીત ઉર્ફે મીતલો સુનીલભાઈ બારીયા પટેલ, ઉંમર 19 વર્ષ, રહે. વુલનમિલ ખેતીવાડી, જામનગર પોલીસ કસ્ટડીમાં હતો.

આરોપીને હોમગાર્ડ જવાન દ્વારા ફોટા અને ફિંગરપ્રિન્ટ લેવડાવી પરત પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન આરોપી મોટરસાઇકલ પરથી નીચે ઉતરી પોલીસ જાપ્તામાંથી નાસી છૂટ્યો હતો. આ અંગે સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તા. 17 ઓગસ્ટ 2026ના રોજ ફરિયાદ નોંધાઈ હતી.

જામનગર એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. ભાટીયા અને સ્ટાફ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મળેલી બાતમીના આધારે એલસીબી ટીમે નાસતા ફરતા આરોપી મિતેષ ઉર્ફે મીતને ઝડપી પાડ્યો હતો.પકડાયેલા આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી વિરુદ્ધ અગાઉ પણ જામનગરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા છે, જેમાં સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુના નંબર 11202002261432/2026 તથા અન્ય ગુનાઓનો સમાવેશ થાય છે.

આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પીઆઈ વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. ભાટીયા અને એલસીબીના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application