જામનગર: શેખપાટ સીમમાં ગેરકાયદે ખનન સામે ખાણખનિજ વિભાગની કાર્યવાહી
જેસીબી અને ટ્રક સહિત ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત : પંચકોશી-એ પોલીસ મથકે વાહનો સોંપાયા
જામનગર-રાજકોટ હાઇવે પર આવેલા શેખપાટ ગામની સીમમાં ગેરકાયદે ખનન અને ખનિજ વહન સામે ભૂસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ચોક્કસ ફરિયાદના આધારે ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી વિભાગની ટીમે સ્થળ પર આકસ્મિક તપાસ હાથ ધરતાં બિનઅધિકૃત રીતે મોરમ ખનિજનું ખનન કરી ટ્રક મારફતે તેનું વહન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું.
તપાસ દરમિયાન સ્થળ પરથી એક જેસીબી મશીન અને એક ટ્રક મળી આવતાં બંને વાહનો સહિત આશરે ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા વાહનોને ધુવાવ નજીક આવેલા પંચકોશી-એ ડિવિઝન પોલીસ મથકે સોંપી આગળની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભૂસ્તર વિભાગની આ કામગીરીમાં નિખીલભાઈ, આનંદભાઈ, નૈતિકભાઈ અને રજનીકાંતભાઈ સહિતના અધિકારીઓ જોડાયા હતા. શેખપાટ સીમ વિસ્તારમાં ગેરકાયદે ખનન સામે થયેલી આ કાર્યવાહીને પગલે ખનન સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
