ખંભાળીયા: રાજયસભાનાં સાંસદ પરિમલભાઇની સોશ્યલ મીડીયા મારફત કરાયેલ ટકોર બાદ તંત્ર જાગ્યુ
પરિમલભાઈ નથવાણીની ફેસબુકમાં પોસ્ટ કર્યા બાદ ખંભાળિયામાં વ્યસ્ત માર્ગો પર બન્યા સ્પીડ બ્રેકરો
ખંભાળિયા શહેરમાં તાજેતરમાં બનેલા અકસ્માતના એક બનાવ બાદ ખંભાળિયાના વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી દ્વારા સોશિયલ મીડિયા મારફતે કરવામાં આવેલી ટકોર બાદ વહીવટી તંત્રએ સ્પીડ બ્રેકર બનાવવા સહિતની કાર્યવાહી કરી હતી.
ખંભાળિયામાં રહેતા સરળ અને સાલસ સ્વભાવના કિશોરભાઈ લાલ નામના એક વૃદ્ધ ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે બેઠક રોડ પર કાર અકસ્માતમાં તેમના થયેલા અકાળે અવસાન બાદ આ બનાવને અનુલક્ષીને ખંભાળિયા સાથે લાગણીનો સંબંધ ધરાવતા અહીં વતની પરિમલભાઈ નથવાણીએ ફેસબુક મારફતે ખંભાળિયામાં બેઠક રોડ પર બેફામ દોડતા વાહનોની ગતિ ઉપર તાત્કાલિક અને કડક નિયંત્રણ આવે તે હેતુથી જરૂરી સ્થળોએ સ્પીડ બ્રેકર, સાઈનેજ અને અન્ય માર્ગ સલામતીના પગલાં લેવા જણાવ્યું હતું.
આ પછી નગરપાલિકા તંત્રએ જરૂરી કાર્યવાહી કરી અને મહાપ્રભુજીની બેઠક તેમજ શારદા સિનેમા રોડ, જોધપુર ગેઈટથી પોલીસ સ્ટેશન વિસ્તાર વિગેરે સ્થળોએ જરૂરી સ્પીડ બ્રેકરો બનાવ્યા હતા. આ પગલાથી હવે જાહેર માર્ગો પર પૂરઝડપે જતા વાહનો પર કાબુ બની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
