દ્વારકા જગતમંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી વાય.પી. ગઢવીની નિમણુંક

  • September 21, 2026 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા જગતમંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી વાય.પી. ગઢવીની નિમણુંક

વાવ-થરાદમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે હિમાંશુ ચૌહાણ નિમાયા

દ્વારકા સ્થિત શ્રી દ્વારકાધીશ જગત મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણની વાવ-થરાદમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. મહેસૂલ વિભાગ દ્વારા તા. ૧૬ ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવેલી અધિસૂચનાના અનુસંધાને તેમની નવી જવાબદારી સોંપવામાં આવી છે.
​​​​​​​
આ નિમણૂકના પગલે હિમાંશુ ચૌહાણને તા. ૨૧ સપ્ટેમ્બરના રોજ કચેરી સમય દરમિયાન દ્વારકા જગત મંદિરના વહીવટદાર પદેથી ફરજમુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
​​​​​​​
તેમના ફરજમુક્ત થયા બાદ વહીવટદારનું પદ ખાલી થશે. આ ખાલી પડનારી જગ્યાનો વધારાનો હવાલો દ્વારકાના પ્રાંત અધિકારી વાય.પી. ગઢવીને સોંપવામાં આવશે. તેઓ વહીવટદારની જવાબદારી સંભાળી મંદિરના વહીવટી કાર્યો આગળ ધપાવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application