જામનગર પોલીસની નવરાત્રીમાં આકાશી નજર: ગરબા ગ્રાઉન્ડથી અવાવરૂ સ્થળો સુધી ડ્રોન કેમેરાથી દેખરેખ
ખેલૈયાઓની સુરક્ષા માટે સિટી-એ ડિવિઝન પોલીસ દ્વારા સઘન સર્વેલન્સ: ગરબા ગ્રાઉન્ડ, પાર્કિંગ, એસ.ટી.બસ ડેપો અને ભીડભાડવાળા વિસ્તારોમાં નાઇટ વિઝન ડ્રોન કેમેરા થી નિરીક્ષણ
નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખેલૈયાઓ સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણમાં ગરબા રમી શકે તે માટે જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા સર્વેલન્સ, પેટ્રોલિંગ અને ટ્રાફિક વ્યવસ્થાપનનું સઘન આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ અને જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સૂચનાથી સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ વી.એમ.ડોડીયા સહિત સર્વેલન્સ ટીમે “નાઈટ વિઝન ડ્રોન કેમેરા” થી વિવિધ સ્થળો પર દેખરેખ રાખી હતી.
સિટી-એ ડિવિઝન પોલીસ ટીમે ગરબા ગ્રાઉન્ડસ, પાર્કિંગ કમ્પાઉન્ડ, એસ.ટી.બસ ડેપો, ભીડભાડવાળી જગ્યાઓ તથા અવાવરૂ સ્થળો પર ડ્રોન થી સર્વેલન્સ કર્યું હતું. નવરાત્રિ દરમિયાન જાહેર સ્થળોએ સુરક્ષા જળવાઈ રહે અને ખેલૈયાઓ નિર્ભય બનીને ગરબાનો આનંદ માણી શકે તે હેતુ થી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
