જામનગરમાં કોંગીના દેખાવ, ભાજપ સરકાર દ્વારા લોકશાહીના મૂલ્યો પર હુમલાનો આક્ષેપ
કોંગ્રેસના નેતાઓ અને સાંસદો પર બળજબરીના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા
કોંગી આગેવાન સહારાબેન, રચનાબેન, ધવલભાઇ સહીત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા
જામનગરમાં કેન્દ્વની ભાજપ સરકાર દ્વારા લોકશાહીના મૂલ્યો પર હુમલો કરવામાં આવી રહ્યાના આક્ષેપ સાથે કોંગ્રેસે દેખાવ કર્યા હતાં. કોંગ્રેસના નેતાઓ અને સાંસદો પર બળજબરીના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતાંં.
ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્ર્નર જ્ઞાનેશકુમાર સામે વોટચોરીના આક્ષેપ સાથે દેશભરમા કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. જે અંતર્ગત જામનગરમાં ગઇકાલે કોંગ્રેસે વિરોધ અને દેખાવ કર્યા હતાં. કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા લોકશાહી અને બંધારણના મૂલ્યો પર થઇ રહેલા હુમલાના વિરોધમાં, કોંગ્રેસના નેતાઓ તથા ઇન્ડીયા બ્લોકના સાંસદો સાથે થયેલા બળજબરી ભર્યા વર્તન સામે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગઇકાલે સાંજે લાલબંગલા સર્કલમાં આવેલા ડો.બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે કોંગી આગેવાનો અને કાર્યકરો એકઠા થયા હતાં. ત્યારબાદ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. આ કાર્યક્રમાં કોંગીના નગરસેવીકા સહારાબેન મકવાણા, પૂર્વ વિપક્ષી નેતા ધવલ નંદા, રચનાબેન નંદાણીયા સહીતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
