રાજકોટ શહેરના કોઠારીયા વિસ્તારમાં રહેતા અને ગંભીર રોગથી પીડાતા મહિલાને તેના પુત્રે શંકા-કુશંકાઓ કરી તેમજ મારા લગ્ન કેમ કરી દેતી નથી? તેમ કહી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે માતાએ સગા પુત્ર સામે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, હાલ જેતપુર પાસેના એક ગામમાં રહેતા અને મૂળ રાજકોટમાં કોઠારીયા સોલવન્ટ પાસેના વિસ્તારના વતની 41 વર્ષીય મહિલાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં સગા પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગંભીર રોગથી તેમના પતિનું સાત વર્ષ પૂર્વે અવસાન થયું છે અને મહિલાને પણ ગંભીર રોગ છે. આજથી છ મહિના પૂર્વે પુત્ર તેમના પર શંકા કરી બોલાચાલી ઝઘડો કરતો હોય જેથી તેઓ તેના નાના પુત્રને લઈ માવતરના ઘરે રહેવા જતા રહ્યા હતા દરમિયાન માવતરપક્ષે સમજાવતા ફરી અહીં રાજકોટ એક મહિના પૂર્વે પુત્રના ઘરે રહેવા આવ્યા હતા.
દરમિયાન રાત્રિના દસેક વાગ્યે પુત્ર કહેવા લાગ્યો હતો કે, તારે અન્ય પુરુષ સાથે સંબંધ છે તેમ કહી બોલાચાલી કરવા લાગ્યો હતો બાદમાં કહેતો હતો કે, તું મારા લગ્ન કેમ કરી દેતી નથી? તેમ કહી ઢીકાપાટુનો મારમાર્યો હતો. બાદમાં પુત્રએ જો આવાત કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જે અંગે મહિલાની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરના મોટીખાવડીમાંથી 10 કિલોથી વધુ ગાંજો ઝડપાયો, રૂ.5.16 લાખનો મુદ્દામાલ જપ્ત
October 23, 2026 10:08 AMસોના-ચાંદીના ભાવ ધડામ, એક દિવસમાં રૂ.7,000 સુધીનો ઘટાડો, ચાંદી 2 લાખની નજીક આવી ગઈ
October 22, 2026 06:48 PMઓનલાઈન પરીક્ષામાં 75% માર્ક મેળવનારને જ મળશે ડ્રાઇવિંગ લાઇસન્સ, સરકાર નવા નિયમો લાદવાની તૈયારીમાં
October 22, 2026 06:37 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
