જામનગર: દિવાળી તહેવારો નિમિત્તે હંગામી ફટાકડા પરવાના મેળવવા માટે અરજી મંગાવાઈ
જામનગર શહેર, લાલપુર તથા જામજોધપુર તાલુકા માટે તા.૧૯/૧૦/૨૦૨૬ સુધીમાં અરજી કરવાની રહેશે
જામનગર તા.૨૩, આગામી દિવાળી અને નૂતન વર્ષના તહેવારોને અનુલક્ષીને જામનગર શહેર, લાલપુર તેમજ જામજોધપુર તાલુકા વિસ્તારમાં હંગામી ધોરણે મર્યાદિત જથ્થામાં ફટાકડા સંગ્રહ અને વેચાણ કરવા માટે લાયસન્સ મેળવવા ઈચ્છુક વ્યક્તિઓ પાસેથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવી છે.
આ માટે જરૂરી આધાર-પુરાવાઓ સાથેની અરજી ફોર્મ સંબંધિત કચેરી ખાતે રજૂ કરવાના રહેશે.જામનગર શહેર માટે પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, જામનગર (શહેર) ની કચેરી, મેજી શાખા ખાતે તેમજ મામલતદાર કચેરી લાલપુર તથા જામજોધપુર ખાતે અરજી ફોર્મ ઉપલબ્ધ રહેશે.
અરજીઓ તા. ૧૯/૧૦/૨૦૨૬ સુધીમાં જરૂરી આધાર-પુરાવા સાથે રજૂ કરવાની રહેશે. તા. ૧૯/૧૦/૨૦૨૬ પછી મળેલ કોઈપણ અરજી કોઈ પણ સંજોગોમાં વિચારણામાં લેવામાં આવશે નહીં. આ જાહેર ખબર બાદ દિવાળી તહેવારની ઉજવણી અંગે સરકાર દ્વારા બહાર પાડવામાં આવનાર કોઈ પણ નવી માર્ગદર્શિકા આખરી ગણાશે. નિયત સમયમર્યાદામાં મળેલી અરજીઓ પર નિયમોનુસાર તપાસનીશ અધિકારીઓના અભિપ્રાય મેળવીને આગળની પરવાના મંજૂરીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, જામનગર શહેર તથા લાલપુરની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
