જામ્યુકોની ચૂંટણીને અનુલક્ષીને જામનગર શહેર ભાજપના વોર્ડ પ્રમાણેના પ્રભારી હોદ્દેદારોની નિમણૂક
ધનસુખભાઇ ભંડેરીની શહેર સંગઠનના પ્રભારી તરીકે વરણી: તમામ વોર્ડમાં પ્રભારી નિમાયા
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર સંગઠનના પ્રભારી તરીકે ધનસુખભાઇ ભડેરીની નિમણુંક કરવામાં આવેલ છે. ઉપરાંત ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી દ્વારા જામનગર શહેરના ૧૬ વોર્ડ ના સંગઠન પ્રભારીઓની નિમણુંક કરવામાં આવેલ છે.
જે પૈકી, વોર્ડ નં. ૧ - સંજય મકવાણા, વોર્ડ નં. ૨ - વિજયસિંહ ગોહિલ, વોર્ડ નં. ૩ - દિનેશ ગજરા, વોર્ડ નં. ૪ - ભાવિશાબેન ધોળકિયા, વોર્ડ નં. ૫ - મિલન વજાણી, વોર્ડ નં. ૬ - સંજય દાઉદિયા, વોર્ડ નં. ૭ - પ્રજ્ઞેશ ભટ્ટ, વોર્ડ નં. ૮ - પરષોત્તમ કકનાણી, વોર્ડ નં. ૯ - મેપાભાઇ કંબરીયા, વોર્ડ નં. ૧૦ - નીતિન સોલાણી, વોર્ડ નં. ૧૧ - ભારતસિંહ જાડેજા, વોર્ડ નં. ૧૨ - ભાવેશ કોઠારી, વોર્ડ નં. ૧૩ હિરેન તખ્તાણી, વોર્ડ નં. ૧૪ - મુકેશ વસોયા, વોર્ડ નં. ૧૫ - મનીષ કનખરા, વોર્ડ નં. ૧૬ - નરભેરામ ડાકાની નિમણુંક કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જાડેજા, ભાવેશ ઠુમ્મર, મૃગેશ દવે, સાંસદ પૂનમબેન માડમ, શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસુરિયાં, ડે મેયર કૃષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, શાસક પક્ષ નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા, શિક્ષણસમિતિના ચેરમેન પરષોત્તમ કકનાણી સહીત પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયરો, પૂર્વ ધારાસભ્યો, શહેર સંગઠન ના હોદેદારો, વિવિધ મોરચાના અધ્યક્ષ તથા પદાધિકારીઓ, વોર્ડ પ્રમુખો, કોર્પોરેટરો સહીત ભાજપ કાર્યકર્તાઓ દ્વારા શહેર સંગઠન પ્રભારી તથા વોર્ડ પ્રભારીઓની નિમણુંક ને આવકારવામાં આવી છે.