જામનગરના ૨૮૦થી વધુ દિવ્યાંગ લાભાર્થીઓને શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના હસ્તે સાધન સહાય અને કીટનું વિતરણ કરાયું
દિવ્યાંગજનો આત્મનિર્ભર અને સશક્ત બને તેવા અભિગમ સાથે સાધન સહાય, લગ્ન સહાય અને વિવિધ યોજનાકીય લાભો એનાયત કરાયા
જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, જામનગરના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગજનો માટે સાધન સહાય તથા કીટ વિતરણનો કાર્યક્રમ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં ૨૮૦થી વધુ દિવ્યાંગ લાભાર્થીઓને રોજિંદા જીવનમાં ઉપયોગી નીવડે તેવા વિવિધ સહાયક સાધનો તથા યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લાભાર્થીઓને વ્હીલચેર, સ્માર્ટ કેન, વૉકિંગ સ્ટીક તથા ટેકાના સાધનો, શ્રવણયંત્ર, અને ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દિવ્યાંગ લગ્ન સહાય, સ્કૂટર ખરીદી માટે આર્થિક સહાય, મફત મુસાફરી પાસ, નિરામયા હેલ્થ કાર્ડ અને સંત સૂરદાસ યોજનાના મંજૂરી આદેશો પણ એનાયત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારની 'દિવ્યાંગ સાધન સહાય યોજના' હેઠળ ૨૧ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા અને ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા તમામ વ્યક્તિઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી સાધન સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ ૩ વર્ષની મુદતમાં એક વાર દિવ્યાંગતામાં રાહતરૂપ સાધનો આપવામાં આવે છે.
આ સમારંભમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર મોનિકાબેન વ્યાસ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, શાસક પક્ષના નેતા અમર મોદી, દંડક પ્રવિણાબેન રૂપડીયા, મહામંત્રી વિજયસિંહ જેઠવા તથા ભાવેશભાઈ કાનાણી સહિતના સ્થાનિક જનપ્રતિનિધિઓ તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એચ. એમ. રામાણી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર. જે. શિયાર અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
