જામનગરમાં ગુજસીટોકના ગુનાઓની તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ASI પ્રતિપાલસિંહ જાડેજાનું સન્માન

  • August 14, 2026 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ગુજસીટોકના ગુનાઓની તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ASI પ્રતિપાલસિંહ જાડેજાનું સન્માન

સંગઠિત ગુનાઓનો ભેદ ઉકેલવામાં કડીરૂપ પુરાવા એકત્રિત કરવા બદલ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા પ્રશંસાપત્ર એનાયત કરાયો

જામનગરમાં ચકચાર મચાવનાર જયેશ પટેલ, સાયચા ગેંગ, અલ્તાફ ખફી અને અસલમ ખિલજી ગેંગ જેવા સંગઠિત ગુનેગારો વિરુદ્ધ દાખલ થયેલા 'ગુજસીટોક' (GUJCTOC) હેઠળના ગુનાઓમાં અદભુત કામગીરી કરવા બદલ શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકની કચેરીના એ.એસ.આઇ. પ્રતિપાલસિંહ જીતુભા જાડેજાને ગઈકાલે પ્રશંસાપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. રેન્જ આઇજીની સૂચના અને જામનગરના એસપી ડો. રવિ મોહન સૈની તેમજ ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ, પ્રતિપાલસિંહે તપાસનીશ અધિકારી સાથે રાઈટર તરીકે મદદમાં રહીને આ સિન્ડિકેટ ગેંગ વિરુદ્ધ કડીબદ્ધ અને મહત્વના પુરાવાઓ એકત્રિત કરવામાં ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવી હતી. 

તેમની આ પ્રશંસનીય અને ગૌરવપૂર્ણ કામગીરીની નોંધ લઈને રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક (IGP) નિર્લિપ્ત રાય દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, જે બદલ ASI પ્રતિપાલસિંહ જાડેજાએ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીને IGP નિર્લિપ્ત રાય અને અન્ય ઉચ્ચ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application