જામનગર: લાલપુરના મુરીલામાં સિકયુરીટી એજન્સીવાળાની કાર રોકીને હુમલો
કામ બાબતે માથાકુટ : ધોકા વડે કારમાં નુકશાન કર્યુ : જેડી સિકયુરીટીના હેડ સહિતના શખ્સો સામે ફરીયાદ
લાલપુરના મુરીલા ગામથી આગળની ગોળાઇના રોડ પર મુંબઇના યુવાનની કાર રોકીને ધોકાઓ વડે હુમલો કરી મુંઢ માર મારી ગાડીમાં નુકશાન પહોચાડીને ધમકી આપ્યાની જેડી સિકયુરીટીના હેડ અને તેની સાથેના અજાણ્યા ઇસમો વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવી છે, સિકયુરીટીના કામ બાબતે આ માથાકુટ થઇ હતી ફરીયાદ અનુસંધાને તપાસ ચલાવવામાં આવી રહી છે.
મુંબઇ મલાડ વેસ્ટ એસઆરએ બિલ્ડીંગ નં. ૨ ફલેટ ૬૦૧ ખાતે રહેતા નોકરી કરતા મનમોહનસિંહ અમરેન્દ્રપ્રસાદસિંહ તોમર (ઉ.વ.૩૧) એ ગઇકાલે લાલપુર પોલીસ સ્ટેશનમાં જેડી સિકયુરીટીના હેડ તથા તેની સાથે બીજા ૬ અજાણ્યા ઇસમો આશરે ૨૫ થી ૩૦ વર્ષની વયનાની વિરુઘ્ધ બીએનએસ ૧૧૫(૨), ૧૧૮(૧), ૧૨૬(૨), ૧૯૮(૨) વિગેરે તથા જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી.
વિગત અનુસાર જેડી સિકયુરીટીનો હેડ જેનુ અગાઉ સિકયુરીટીનું કામ ચાલતુ હતુ જે હાલ ફરીયાદીની સિકયુરીટી એજન્સીને આપેલ હોય જેથી આરોપીઓ સિકયુરીટીનું કામ અમે જ કરીશું તેમ કહીને તમામ આરોપીઓએ એક સંપ કરી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા ગેરકાયદે મંડળી રચી પ્રાણઘાતક હથિયાર ધોકાઓ સાથે સજજ થઇ સ્કોર્પીયો કારમાં આવ્યા હતા.
દરમ્યાન લાલપુરના મુરીલા ગામથી આગળ ગોળાઇ પાસેના રોડ પર ફરીયાદી મનમોહનસિંહ જેઓ એસન્ટ કાર નં. જીજે૧કેસી-૭૧૩૨ લઇને જતા હોય તેઓને ઓવરટેક કરી રોકી ગેરકાયદે અવરોધ ઉભો કરીને ધોકા વડે તેમના પર હુમલો કર્યો હતો.
તેમજ કારના કાંચ ફરીયાદીએ નહી ખોલતા ધોકા વડે ગાડીના બંને સાઇડના બારીના કાંચ અને સાઇડ મીરર તોડી નાંખી નુકશાન પહોચાડયુ હતું અને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી મુંઢ માર માર્યો હતો દરમ્યાન મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો હતો અને ઉપરોકત સિકયુરીટીના હેડ અને તેની સાથેના અજાણયા ઇસમો વિરુઘ્ધ ગુનો દાખલ કરવામાં આવતા લાલપુરના ઇન્ચાર્જ પીઆઇ એસ.પી. ગોહિલ તપાસ ચલાવી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
