દ્વારકામાં ગેરકાયદેસર મકાન બાબતે નિવેદન લેવા ગયેલા સર્કલ ઓફિસર પર હુમલો

  • August 14, 2026 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકામાં ગેરકાયદેસર મકાન બાબતે નિવેદન લેવા ગયેલા સર્કલ ઓફિસર પર હુમલો

કેસની સરકારી ફાઈલ આંચકીને મારી નાખવાની ધમકી આપવા સબબ ફરિયાદ 

દ્વારકામાં રહેતા અને ઓખા વિસ્તારના સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા જીતેનભાઈ રમેશભાઈ વાઘેલા નામના ૪૦ વર્ષના અધિકારી યુવાન ગઈકાલે ગુરુવારે સાંજના સમયે તેમની ફરજ પર હતા. ત્યારે દ્વારકાના નજીકના વરવાળા ગામે હાઈવે પર આવેલી એક હોટલ પાસે રહેણાંક મકાન ધરાવતા સલીમ હારુન મીર નામના શખ્સનું રહેણાંક મકાન કે જે કથિત રીતે દબાણ કરીને ઊભું કરવામાં આવ્યું હોય, જે અંગેનો કેસ ચાલતા ઉપરોક્ત અધિકારી જીતેનભાઈ વાઘેલા નિવેદન લેવા માટે સલીમ મીરના ઘરે ગયા હતા.

અહીં આરોપી સલીમ તથા તેની બહેન અમીના ફારુક પરમારએ તેમની સાથે બોલાચાલી કરી, ઝપાઝપી કરી હતી. એટલું જ નહીં, આરોપીએ બિભત્સ ગાળો ભાંડી અને તેમની પાસે રહેલી આરોપીઓના રહેણાંક મકાનના દબાણના કેસ અંગેની સરકારી કાગળોની ફાઈલ આંચકી લીધી હતી. આ ઉપરાંત આરોપી સાલીમે જીતેનભાઈ વાઘેલાને છાતીના ભાગે બે-ત્રણ મુક્કા ઝીંકી દઈને ત્યાંથી જતા રહેવાનું કહી, પતાવી દેવાની ધમકી પણ ઉચ્ચારી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ પ્રકરણ સંદર્ભે દ્વારકા પોલીસે સર્કલ ઓફિસરની ફરિયાદ પરથી વરવાળાના રહીશ ઉપરોક્ત ભાઈ-બહેન સામે બીએનએસની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. પાયલબેન ડાંગર દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application