જામનગર: તીક્ષણ હથિયારોથી હુમલો કરવાના કેસમાં આરોપીઓના જામીન મંજુર
ફરીયાદી ઈજા પામનાર સુલ્તાન ઈશાકભાઈ હાલાણી પોતાના ઘર પાસે મો.સા. ઉપર બેઠા હતા ત્યારે આરોપીઓ હીદાયત ફીરોજભાઈ સુધાગુનીયા સાહીલ સલીમભાઈ સુધાગુનીયા, આસીફ અબ્દુલભાઈ આમરોણીયા, અને સીકંદર મામદભાઈ કોચલીયાએ એકસંપ કરી ગુનાહીત કાવતરૂ રચી ધોળા દિવસે ફરીયાદીને તેમના ઘર પાસે જઈ અને લોખંડના ચેઈનચક્ર વાળા પાઈપ અને લોખંડના પાઈપથી ફરીયાદીને ધાતક હથીયારોથી શરીરમાં જુદા જુદા અંગો ઉપર ગંભીર પ્રકારના ફ્રેક્ચર કરેલ, અને આ ગુનાની તપાસમાં એવી હકિક્ત ખુલેલ કે, આ ફરીયાદીને માર મારવામાં ગુનાહીત કાવતરૂ રચવામાં આવેલ અને આ કાવતરામાં સામેલ અન્ય બે આરોપીઓ અજરૂદ્દીન હાજીભાઈ મકવાણા, અને હાસમ રફીકભાઈ ખેરાણી પણ સંડોવાયેલા છે, તે ગુનાના તમામ આરોપીઓની અટક કરવામાં આવી.
ત્યારબાદ એડી. ચીફ કોર્ટમાં રજુ કરવામાં આવેલ અને આરોપીઓ તરફે દલીલો થયેલ. સરકાર પક્ષે દલીલો થયેલ, તેની સામે આરોપી પક્ષે દલીલો થયેલ, ચીફ કોર્ટે આરોપીઓ તરફે થયેલ દલીલો માન્ય રાખી અને તમામ આરોપીઓ હીદાયત ફીરોજભાઈ સુધાગુનીયા, સાહીલ સલીમભાઈ સુધાગુનીયા, આસીફ અબ્દુલભાઈ આમરોણીયા, અને સીકંદર મામદભાઈ કોચલીયા તથા કાવતરૂ રચનાર અજરૂદીન હાજીભાઈ મકવાણા, અને હાસમ રફીકભાઈ ખેરાણી આરોપીઓને જામીન મુકત કરવાનો હુકમ કરેલ આ કેશમાં આરોપીઓ તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ જી. મુછડીયા તેમજ કરણ કે. પટેલ રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
