જામનગરમાં નવલા નોરતાનો શુભારંભ: પ્રાચીન ગરબીઓમાં બાળાઓએ પ્રથમ દિવસથી જ શરૂ કર્યા અદ્ભૂત રાસ

  • October 12, 2026 11:50 AM 

જામનગરમાં નવલા નોરતાનો શુભારંભ: પ્રાચીન ગરબીઓમાં બાળાઓએ પ્રથમ દિવસથી જ શરૂ કર્યા અદ્ભૂત રાસ

જામનગરમાં આશાપુરા ગરબી મંડળમાં બાળાઓ છેલ્લા દોઢ મહિનાથી પ્રેકટીસ કરી રહી હતી ત્યારે ગઇકાલથી માં આદ્યશકિતના નવલા નવરાત્રીની શરૂઆત થઇ ગઇ છે. શહેરમાં ઠેર ઠેર પ્રાચીન તેમજ અર્વાચીન  ગરબાઓની રમઝટ થઇ રહી છે. આશાપુરા ગરબી મંડળમાં બાળાઓ દ્વારા મશહુર તલવાર રાસ, મહાકાળી તાંડવ રાસ, કૃષ્ણ જન્મોત્સવ, ઘમ્મર ઘમ્મર મારુ વલોણું પરેડીના ડાકલા મોર બની થનગનાટ સહિતના રાસો રજુ કરવામાં આવી રહ્યા છે જેમાં લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર તલવાર રાસ બન્યું છે. નાની બાળાઓ દ્વારા પરંપરાગત વેશભૂષા ધારણ કરી જગદંબા શકિત સ્વરૂપાનું રૂપ લઇ તલવાર રાસથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application